ફરી ફેસબુક અંગે ગુપ્ત અહેવાલો આવ્યા બહાર

  • 6
    Shares

 

સોશિયલ મીડિયા કિંગ ફેસબુકે ડાટાની માહિતી આપવા ખાસ સોદા કરી અમુક કંપનીઓને યુઝરની વિશેષ માહિતીઓ લેવાની મંજૂરી આપી હતી, એ મ એ ક મીડિયા અહેવાલમાં આજે જણાવવામાં આવ્યું હતું.

એ ક પ્રખ્યાત દૈનિકના અહેવાલમાં જણાવ્યા મુજબ અમુક આંતરિક સમજૂતી જેને વ્હાઈટલિસ્ટ તરીકે ઓળખવામાં આવી હતી તેનાથી અમુક કંપનીઓને યુઝરના ફેસબુક ફ્રેન્ડની વધારાની માહિતી પ્રાપ્ત કરવાની મંજૂરી મળી હતી, એ મ આ અંગે જાણકાર લોકોએ  કહ્યુ હતું.

તેમાં ફોન નંબર, મેટ્રીક જે ફ્રેન્ડ લિન્ક નામથી ઓળખાય છે સામેલ છે જે યુઝર્સના આપસી સંબંધ કેટલાં નજીક છે તે જણાવે છે, એ મ લોકોએ  કહ્યુ હતું, દૈનિકમાં આવેલા અહેવાલ મુજબ.

અહેવાલ મુજબ વ્હાઈટલિસ્ટ સોદો કેટલીક કંપનીઓ સાથે થયો હતો જેમાં રોયલ બેંક ઓફ કેનેડા અને નિસાન મોટર કંપની સામેલ છે જેમણે ફેસબુક પર જાહેરાત આપી હતી અથવા અન્ય કારણથી કિંમતી છે.

થોડાં દિવસ પહેલાં જ અહેવાલ આવ્યાં હતાં કે ફેસબુકે માહિતી શેર કરવાનો સોદો ડિવાઈસ બનાવતી ઓછામાં ઓછી ૬૦ કંપનીઓ સાથે કર્યો હતો, ફેસબુકે કહ્યુ હતું ૨૦૧૫માં યુઝર્સના ફ્રેન્ડની માહિતીઓ બંધ કરવામાં આવી ત્યારબાદ આ સોદાથી નાની સંખ્યામાં ભાગીદારોને યુઝર્સના ફ્રેન્ડની માહિતી જાણવા મળતી હતી. કેટલાંક સોદાનું વિસ્તરણ અઠવાડિયાઓ અને મહિનાઓ સુધી કરવામાં આવતું હતું, એ મ ફેસબુકે જણાવ્યું હતું.

જો કે આ સોદાનો સમયગાળો ક્યારે સમાપ્ત થયો હતો અને કેટલીક કંપનીઓના સમયગાળાને લંબાવવામાં આવ્યો હતો તેની માહિતી હજુ મળી નથી. અહેવાલ મુજબ કંપનીઓના એ ક જૂથને મે ૨૦૧૫ બાદ પણ વિસ્તરણ મળ્યું હતું.

 

 

  • Related Posts