ફરવા જતા રહ્યા બાદ ટુરનું પેકેજ નહિ ગમતા ટુરિસ્ટે સાથીઓ પાસે

  • 84
    Shares

સુરત: સિંગણપોરની ફ્લાઇટ હોલીડેના સંચાલકે ટુરિસ્ટને ફરવા આપેલું પેકેજ પસંદ નહિ પડતાં સુરતના સાગરિત પાસે ટુર ઓપરેટર ભાગીદાર પૈકી ઍકનું સાગરિતો પાસે અપહરણ કરાવી મોબાઇલ ફોન અને કાંડા ઘડિયાળ ઉતરાવી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અપહરણ કરનાર સાગરિતની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે મનાલી ફરવા ગયેલા શખ્સને પણ આરોપી બનાવ્યો છે.

સિંગણપોર ક્રિષ્ણજીવન સોસાયટીમાં રહેતાં આકાશ ગોરધન બોધરા તેમના મોટા ભાઇ નિલેશ સાથે ભાગીદારીમાં ફ્લાઇટ હોલીડેના નામે ટુર ઍન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. થોડાંક સમય પહેલાં તેમણે કુલુ મનાલી સહિતના સ્થળોઍ ઍક ટુર ઉપાડી હતી. તેમાં ભરતભાઇ નામના ઍક શખ્સનું પણ બુકિંગ હતું. જોકે આ ભરતભાઇને પેકેજમાં મળેલી સુવિધાઓને લઇને વાંધો પડ્યો હતો અને ચાલુ પ્રવાસ દરમ્યાન જ આ બંને ભાઇઓને ફોન કરી પેકેજના નાણાં પરત આપવા માટે ધમકીઓ આપી હતી. લાખ રૂપિયાની પરત માંગણી કરી રહેલો આ પ્રવાસી મોટેભાગની ટુર કરી ચૂક્યો હોઇ નાણાં પરત આપવામાં અસક્ષમતા દાખવી હતી.

દરમ્યાન રવિવારે સવારે દસ વાગ્યે આકાશ વેડોરોડ યોગીફાર્મ પાસે ઉભો હતો તે વખતે પરાગ સોજીત્રા નામનો શખ્સ અન્ય ઍક સાગરિત સાથે તેમને ભરતભાઇના રેફરન્સની મળ્યો હતો અને બાઇકની વચ્ચે બેસાડી આકાશને ગજેરા સર્કલ પાસે ઍક કારખાનામાં લઇ ગયો હતો. અહીં ધાકધમકી આપી તેની કાંડા ઘડિયાળ અને મોબાઇલ ફોન ઉતરાવી લઇ પરત વેડરોડ ઉપર છોડી દેવાયો હતો. પ્રવાસીઍ ખોટી રીતે નાણાંની માગણી કરી અપહરણ કરાવ્યાની ફરિયાદ સાથે આકાશ બોધરાઍ ચોકબજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદને પગલે સબ ઇન્સપેક્ટર ઍચ.આર. બારોટે તપાસ હાથ ધરી ઍક સાગરિતને ઝડપી લીધો હતો.

  • Related Posts