પ્રોપર્ટી ટેક્સમાં મનપાઍ રેકોર્ડ બ્રેક કર્યો

સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે બજેટમાં વેરામાં વધારો ઝીંકવામાં આવ્યો હતો. પરંતુ વિરોધ પક્ષના જબરદસ્ત વિરોધના કારણે મનપા વધુ વેરો વધારો કરી શકી નહતી. પરંતુ વેરો વધારો ન થયો હોવા છતાં મનપા દ્વારા સારી ઍવી વેરા વસુલાત કરી લેવામાં આવી છે. પ્રોપર્ટી ટેક્સમાં મનપાઍ આજદિન સુધીમાં રૂા. ૮૦૦ કરોડની વસુલાત કરી લીધી છે. ગત વર્ષે મનપાઍ ૩૧ માર્ચ સુધીમાં રૂા. ૭૨૩ કરોડ વસુલ્યા હતા. જેની સામે આ વર્ષે ૧૨ માર્ચ સુધીમાં જ મનપાઍ ૮૦૦ કરોડ વસુલી લીધા છે. જ્યારે ૩૧ માર્ચ સુધીમાં આ આંકડો ૮૫૦ કરોડ સુધી પહોચી શકે તેવું જાણવામાં આવી રહ્યું છે. રૂા. ૧૦૧૯ કરોડની ડિમાન્ડ સામે મનપાઍ રૂા. ૮૦૦ કરોડ વસુલી લીધા છે.
મનપા દ્વારા વધારવામાં આવી રહેલા મોટા પ્રોજેક્ટોના કારણે મેઈન્ટેનસ ખર્ચ વગેરે પણ વધી રહ્યો છે. જેથી મનપા દ્વારા આ વર્ષે બજેટમાં રૂા. ૫૩૭ કરોડ વેરો વધારો કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ વિરોધ પક્ષના વિરોધના જોરે આ વધારો ઘટાડી દેવામાં આવ્યો હતો. અને ઘટાડીને રૂા. ૧૦૭ કરોડ કરાયો હતો. તેમજ પ્રોફેશનલ ટેક્સમાં મનપાઍ આ વર્ષે ૧૩૦.૩૩ કરોડની વસુલાત કરી છે. ગયા વર્ષે આ આંકડો ૧૨૮ કરોડનો હતો. તેમજ વ્હેકલ ટેક્સમાં રૂા. ૭૯ કરોડની વસુલાત થઈ છે. જ્યારે ગયા વર્ષે આ આંકડો રૂા. ૭૩ કરોડ હતો.

  • Related Posts