પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર નામ બદલીને પ્રિયંકા જોનાસ કર્યુ
પ્રિયંકા ચોપડા હવે પ્રિયંકા જોનાસ તરીકે ઓળખાશે. લગ્ન બાદ પ્રિયંકાએ ભારતીય રીતરિવાજો પ્રમાણે પતિનું સરનેમ પોતાના નામ સાથે જોડી દીધું છે. પ્રિયંકાએ નામ બદલવાની શરૂઆત પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી કરી છે. પ્રિંયકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાના નામની સાથે પતિ નિક જોનાસનું સરનેમ જોડીને પોતાની આઇડીને પ્રિયંકા ચોપરા જોનાસ કર્યુ છે. જો કે દીપિકા અને અનુષ્કા શર્માએ હજી ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના નામ સાથે પતિની સરનેમ જોડી નથી.