પ્રિન્સ હેરીના લગ્નમાં ભારતવંશી સેફ રોજીને નિમંત્રણ

લંડન : બ્રિટનનાં પ્રિન્સ હેરી અને અભિનેત્રી મેગન માર્કલના લગ્નમાં ભારતવંશી શેફ અને સામાજિક ઉદ્યમી રોજી ગિંડે પણ અતિથિ રૂપે સામેલ થશે. ૧૯મી મે’ના રોજ યોજાનાર ઍ શાહી આયોજનમાં રોજી સહિત ૧૨૦૦ ઍવા લોકોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે. જેઓઍ પોતાનાં કાર્યોથી સમાજને નવી દિશા આપી છે.

પંજાબી પરિવારમાં જન્મેલ ૩૪ વર્ષીય રોજી ‘મિસમેકરૂન’ નામની કંપનીની સ્થાપક છે. આ કંપની મેકરૂન બ્રાંડના બિસ્કુટ બનાવે છે. રોજી પોતાનાં કારોબારથી થતી આવકનો ઉપયોગ યુવાઓને રોજગારની તાલીમ આપવા માટે પણ કરે છે. રોજીઍ યુનિવર્સિટી કોલેજ બર્મિર્ંધમમાંથી શેફ બનવાની તાલીમ લીધી હતી. કારોબારમાં પોતાની અલગ ઓળખ બનાવનાર રોજીને ઘણાં ઍવોર્ડ મળી ચૂકયા છે. ગત વર્ષે બમિઝ્ધમની યાત્રા પર આવેલ શાહી પરિવારે કેટલાક બહેતરીન મેકરૂનનો સ્વાદ ચાખ્યો હતો. તે પછી તેઓ રોજીના ચાહક, બની ગયાં હતાં.

શાહી લગ્નમાં સામેલ થવાનું નિમંત્રણ મળવાથી ઉત્સાહિત રોજીઍ જણાવ્યું હતું કે, ઍ ખરેખર હકીકતમાં રોમાંચક છે કોઇ આપને આ રીતે વખાણે તેનાંથી વધારે સારું શું હોઇ શકે છે?

  • Related Posts