પોર્ટ એલિઝાબેથ પર ટીમ ઇન્ડિયા એક પણ મેચ જીતી નથી

દક્ષિણ આફ્રિકા સામે આવતીકાલે અહીંના સેન્ટ જ્યોર્જ મેદાન પર ભારત પાંચમી વનડે રમવા મેદાન પર ઉતરશે ત્યારે આ મેદાન પર તેમનું અત્યાર સુધીનું પ્રદર્શન સાવ નિરાશાજનક રહ્યું છે. આ મેદાન પર છેલ્લા ૨૫ વર્ષથી ટીમ ઇન્ડિયા ઍકપણ મેચ જીતી શકી નથી. અહીં ટીમ ઇન્ડિયાઍ કુલ પાંચ મેચ રમી છે જેમાં તમામમાં તેનો પરાજય થયો છે. આ મેદાન પર તેમને કેન્યા જેવી નબળી ટીમે પણ પરાજય આપ્યો છે. જ્યારે બાકીની ચાર મેચ ટીમ ઇન્ડિયાઍ દક્ષિણ આફ્રિકા સામે રમી છે અને ઍ તમામમાં તેમણે પરાજય વેઠ્યો છે. ૨૦૦૧માં ઍ મેદાન પર ભારતીય ટીમ કેન્યા સામે ૭૦ રને હારી હતી.

પોર્ટ ઍલિઝાબેથ પર કુલ મેચ ૩૯ : ૧૮માં પ્રથમ બેટિંગ કરનારી ટીમ વિજેતા, ૨૧માં લક્ષ્યાંકનો પીછો કરનારી ટીમ વિજેતા
પોર્ટ ઍલિઝાબેથ પર દક્ષિણ આફ્રિકા : ૩૨ વનડે : ૨૦મા વિજય, ૧૨માં પરાજય, ૨૦માંથી ૧૦માં લક્ષ્યાંકનો પીછો કરીને વિજય.
પોર્ટ ઍલિઝાબેથ પર ભારતનું પ્રદર્શન : પાંચ મેચ : પાંચેયમાં હાર, ૨૦૧૧માં વરસાદથી પ્રભાવિત મેચમાં યજમાન ટીમ સામે ૪૮ રને પરાજય
આ મેદાન પર છેલ્લી પાંચ મેચમાં ભારતીય ટીમનો સ્કોર : ૧૪૭, ૧૭૯, ૧૭૬, ૧૬૩ અને ૧૪૨
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts