પેટ્રોલ, ડીઝલ પરની આબકારી જકાતમાં ઘટાડાથી રાજકોષીય નુકસાન વધશે: મૂડીઝ

  • 14
    Shares

રેટિંગ એજન્સિ મૂડીઝે સાવચેત કર્યા છે કે પેટ્રોલ, ડીઝલ પર આબકારી જકાતમાં કોઇપણ પ્રકારના ઘટાડા પ્રત્યે સરકારી ખર્ચમાં એટલો જ ઘટાડો ન કરવામાં આવશે તો રાજકોષીય નુકસાન ખરાબ રીતે પ્રભાવિત થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો નીચી લાવવા માટે આ સમયે સરકાર પર આબકારી જકાતમાં ઘટાડો કરવાનું દબાણ વધી રહયું છે. મોંઘવારી હોવા છતાં મે માસમાં પેટ્રોલ અને ડીઝલની માગમાં રેકોર્ડ વધારો નોંધાયો હતો.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચાઇ પર છે જેનાં લીધે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે. સરકારી અનુમાન મુજબ પેટ્રોલ અને ડીઝલ પરની આબકારી જકાતમાં પ્રત્યેક એક રૂપિયાના ઘટાડાથી લગભગ ૧૩૦૦૦ કરોડ રૂપિયાના રાજસ્વનું નુકસાન થશે. મૂડીઝે જણાવ્યું હતું કે સોવરેન રેટિંગ પ્રદાન કરવા માટે રાજકોષીય મજબૂતી પર નિકટથી નજર રાખવામાં આવે છે.

ભારત માટે સૌથી મોટો પડકાર રાજકોષીય હાલતને વધુ મજબૂત બનાવવાનો છે જે અન્ય બીએએ રેટિંગવાળા દેશોની સરખામણીમાં સૌથી ઓછી મજબૂત છે. મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસના ઉપપ્રમુખ અને વરિષ્ઠ ક્રેડિટ અધિકારી (સોવરેન જોખમ સમૂહ) વિલિયમ ફોસ્ટરે સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે રાજસ્વમાં કોઇ પણ પ્રકારનાં ઘટાડાને પછી તે પેટ્રોલ, ડીઝલ પર આબકારી જકાતમાં ઘટાડો હોય કે કોઇ અન્ય રીતે હોય. ભરપાઇ કરવા માટે ખર્ચાઓમાં ઘટાડો જરૂરી છે.

  • Related Posts