પીપીએફ સહિત આ બચત યોજનાઓમાંથી ગમે ત્યારે પૈસા ઉપાડી શકાશે?

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીઍફ) સહિત નાની બચત યોજનાઓના ગ્રાહકોને ટૂંક સમયમાં મોટી રાહત મળી શકે છે. ગ્રાહકો આ યોજનાઓમાંથી નિર્ધારીત સમય પહેલાં પૈસા કઢાવી શકે અને તેને બંધ કરી શકે તે માટે સરકાર જોગવાઈ તૈયાર કરી રહી છે. સરકારનું માનવું છે કે આમ કરવાથી નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે લોકો પ્રોત્સાહિત થશે.
સૂત્રો મુજબ ૨૦૧૮-૧૯ બજેટ પ્રસ્તાવમાં આ બધી યોજનાઓને ઍક જ કાયદાની હેઠળ લાવવાની વાત કહેવાઈ છે જે હેઠળ ગવર્મેન્ટ સેવિંગ્સ પ્રમોશન ઍક્ટ બનાવવામાં આવશે. નિષ્ણાતો મુજબ નવો કાયદો આવવાથી સૌથી વધુ લાભ નોકરીયાત વર્ગને થશે જેમને કેટલીક વખત પૈસા કઢાવવાની જરૂર પડે છે. નવા કાયદા બાદ આ કાયદાઓ સમાપ્ત થઈ શકે છે:
૧. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ઍક્ટ ૧૯૬૨
૨. ગવર્મેન્ટ સેવિંગ્સ સર્ટિફિકેટ ઍક્ટ ૧૯૫૯
૩. ગવર્મેન્ટ સેવિંગ્સ બેંક ઍક્ટ ૧૮૭૩
હાલમાં સગીરના ખાતામાં પૈસા જમા કરાવાની છુટ અમુક યોજનાઓમાં છે સરકાર આ છુટ બધી યોજનાઓમાં લાગુ કરવાની તૈયારી કરી રહી છે. તેમાં ઍક સુધારો થઈ શકે છે કે સગીર જાતે નક્કી કરશે કે તેનો ઉત્તરાધિકારી કોણ હશે. સૂત્રો મુજબ ઍક કાયદો આવવાથી અલગ અલગ યોજનાઓની વચ્ચેનું અંતર સમાપ્ત થશે અને ગ્રાહકો ગમે ત્યારે પૈસા કઢાવી શકશે.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts