પીઍનબીના ૧૧૦૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેકશન બહાર આવતા રોકાણકારોના રૂ. ૩૦૦૦ કરોડ ધોવાયા

પંજાબ નેશનલ બેન્કની મુંબઇ બ્રાન્ચમાંથી રૂ. ૧૧૩૦૦ કરોડ રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેકશન બહાર આવ્યા છે, જેના લીધે આજે પીઍનબીના શેરમાં જોરદાર કડાકો બોલાયો હતો. આ ફ્રોડ કૌભાંડ પંજાબ નેશનલ બેન્કની કુલ માર્કેટ કેપીટલાઇઝેશનનો ત્રીજા ભાવ છે. પીઍનબીનું માર્કેટ કેપ રૂ. ૩૬૦૦૦ કરોડનું છે અને આ કુલ લોન બુક રૂ. ૪.૫ લાખ કરોડની સામે ફ્રોડની રકમ ૨.૫૫ ટકા જેટલી થાય છે.
પીઍનબીની મુંબઇ બ્રાન્ચમાંથી રૂ. ૧૧૩૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેકશન ખુલ્યા છે અને તેના પગલે ૧૦ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આજે આ સ્કેમના લીધે રોકાણકારોઍ રૂ. ૩૦૦૦ કરોડનું ઍક જ દિવસમાં ધોવાણ થઇ જવા પામ્યું છે. આજે પીઍનબીના ભાવમાં ૯.૦૩ ટકા ઍટલે કે ૧૪.૬૦ના ભાવ ઘટીને રૂ. ૧૪૭.૦૫નો ભાવ બોલાયો હતો. આ કૌભાંડમાં કેટલાક ખાતાધારકોની સહમતિથી કરવામાં આવ્યા છે. જેઓનો ઇરાદો કેટલાક વ્યક્તિઓને લાભ પહોંચાડવાનો હતો. આ ટ્રાન્ઝેકશનના આધારે બીજી બેન્કોઍ આ ગ્રાહકોને વિદેશમાં ઍડવાન્સ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેન્ક દેશની સૌથી મોટી બેન્ક છે, જે કુલ સંંપતિની સામે દેશની ચોથી સૌથી મોટી બેન્ક છે. જોકે, આ સ્કેમમાં હજુય જે ખાતાધારકોને લાભ થયા છે તેઓના નામ જાહેર કરાયા નથી.
ગત સપ્તાહમાં સીબીઆઇઍ કરોડપતિ જવેલર નીરવ મોદીની વિરૂદ્ઘ કાર્યવાહી કરી રહી હતી, જેમાં ઍવો આરોપ હતો કે, નિરવ મોદી સહિત કેટલાક લોકોઍ બેન્કમાંથી રૂ. ૨૮૦ કરોડની ઘાલમેલ કરી છે. પરંતુ આ નવા ફ્રોડમાં ઍવી જાહેરાત કરવામાં આવી નથી કે આ સ્કેમમાં નીરવ મોદીનું બેન્ક ખાતું પમ સામેલ છે.
બે લાખ કરોડથી વધુના બેન્કરપ્સી લોન કોર્ટમાં દાખલ કરાશે
બેન્કોની બે લાખ કરોડથી વધુની સ્ટ્રેસ્ડ લોનનના કેસ બેન્કરપ્સી કોર્ટમાં દાખલ થવાની શકયતા છે. આરબીઆઇઍ વિવિધ રીસ્ટ્રકચરીંગ સ્કીમને બંધ કરવાની જાહેરાત કરી પીઍસયુ બેન્કોને જોરદાર આંચકો આપ્યો છે. મહત્વના નિર્ણયના પગલે આરબીઆઇઍ ડિફોલ્ટ થયેલી કંપનીઓના ભાવિ માટે બેન્કરપ્સી કોર્ટના નિર્ણયને આખરી ગણાવ્યો છે. નોંધનીય છે કે, રિસ્ટ્રકચર્ડ લોન પાવર, ટેલીકોમ, રોડ અને પોર્ટસ સહિતના ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં છે. આરબીઆઇના આ નિર્ણય પછી છેલ્લા પાંચ વર્ષમાં ઍનપીઍમાં જંગી ઉમેરો કનારી પીઍસયુ બેન્કોની મુશ્કેલીમાં વધારો થશે અને લોન રીઝોલ્યુશનમાં નિષ્ફળતાના કારણે બેટ લોન માટેની જોગવાઇમાં મોટો વધારો થશે. જે બેન્કોની નફાકારકતામાં ઘટાડો કરશે અને મુડીમાં ઘટાડો કરશે. જેથી પીઍસયુ બેન્કોને સરકાર પાસેથી વધુ મુડી ઍકત્ર કરવાની ફરજ પડી શકે છે.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts