પાન મસાલાની જાહેરાત બદલ હોલિવૂડના અભિનેતાને નોટિસ

કેજરીવાલ સરકારે હોલિવૂડના અભિનેતા પિયર્સ બ્રોસનનને પાન મસાલાની વિજ્ઞાપન કરવાં માટે નોટિસ મોકલી છે. ૧૦ દિવસમાં નોટિસનો જવાબ આપવાનો છે. દિલ્હી આરોગ્ય વિભાગના અધિકારીઓઍ જણાવ્યા મુજબ જો અભિનેતા નિશ્ચિત સમયમાં જવાબ દાખલ કરશે નહીં તો તેમને ૫,૦૦૦ રૂપિયાનો દંડ કે બે વર્ષની સજા થઇ શકે છે. હોલિવૂડની ફિલ્મોમાં જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવી બ્રોસનન મશહૂર થયા છે.


આરોગ્ય વિભાગના ઍક અધિકારીઍ જણાવ્યું હતું કે બ્રોસનને સિગારેટ ઍન્ડ ટોબેકો પ્રોડકટ ઍકટ ૨૦૦૩નું ઉલ્લંઘન કર્યુ છે. આથી તેમને નોટિસ આપવામાં આવી છે. આ ઍકટની જોગવાઇઓ અંતર્ગત તમાકુની સાથે જોડાયેલ કોઇપણ ઉત્પાદનની વિજ્ઞાપન કરવા પર પ્રતિબંધ છે. મીડિયા અને ટી.વી.ના માધ્યમથી પાન મસાલા બ્રાન્ડને પ્રોત્સાહન આપી બ્રોસનને કાનૂનનો ભંગ કર્યો છે. ઘ્બ્વ્ભ્ખ્ ૨૦૦૩ અંતર્ગત તેમને પણ પક્ષકાર બતાવાયા છે.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts