પાણીનો કરકસરપુર્વક ઉપયોગ કરવા મનપા ઉચિત પગલા લેશે

 

આ વર્ષે પાણીની અછત હોવાને કારણે રાજ્ય સરકાર તરફથી સુરત શહેર સહિત અન્ય જળાશયો બાબતે સમીક્ષા કરવામાં આવી છે. અને પાણીની કરકસરતા બાબતે શું પગલા લેવામાં આવી રહ્યા છે. તે બાબતે શાસકો પાસેથી જવાબ માંગ્યો હતો. જેમાં સુરત મનપા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે બાબતે માહિતી આપી હતી.

સુરત મનપા દ્વારા પાણી પુરવઠા વ્યવસ્થામાં અન-અધિકૃત જોડાણો શોધી તેને સીલ કરવામાં આવી રહ્યા છે. તેમજ હાલમાં પાંડેસરા ઔદ્યોગિક ઍકમોમાં ૪૦ ઍમ.ઍલ.ડી જેટલો જથ્થો રી-સાઈકલ ટ્રીટેડ સુઍઝ ઉપયોગ કરવામાં આવે છે જ્યારે અન્ય સરેરાશ ૬૦ ઍમ.ઍલ.ડી જેટલો જથ્થો પીવાલાયક પાણી સપ્લાય કરવામાં આવે છે. શહેરીજનોની પીવાના પાણીની માંગને પ્રાધાન્યતા આપી જરૂર જણાય તો પાંડેસરા તથા ખટોદરા વિસ્તારમાં આવેલા ઓદ્યોગિક ઍકમોમાં ઔદ્યોગિક હેતુ માટે સપ્લાય કરવામાં આવતા પીવાલાયક ૬૦ થી ૭૦ ઍમ.ઍલ.ડી જથ્થા ઉપર કાપ મુકાશે.

સિંગણપોર વિયરથી તાપી નદી પરના કઠોર બ્રીજ સુધીમાં નિર્મિત થયેલા જળાશયમાં આવેલ હજીરા સ્થિત વિવિધ ઔદ્યોગિક ઍકમો દ્વારા જળાશયમાંથી લેવામાં આવતા રો-વોટર જથ્થા ઉપર પણ કાપ મુકવાની રજુઆત કરીને તેનું અમલીકરણ કરાશે. પાણી વપરાશના વિવિધ હેતુઓનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યા છે તથા જ્યાં જ્યાં શક્ય બને તે પ્રમાણે રી-સાઈકલ ટ્રીટેડ સુઍઝનો ઉપયોગ પીવાના હેતુ સિવાય લેવાનું આયોજન હાથ ધરાયું છે જેમાં બલ્ક યુઝર્સ જેવા કે, રેલવે, ઍરપોર્ટ, બસ ડેપો, સુમુલ ડેરી વગેરે માટે શક્યતાઓ ચકાસાશે. સીવર જેટીંગ મશીનોમાં તથા શહેરના વિવિધ બાગ-બગીચાઓ, ડીવાઈડર્સમાં ટેન્કર દ્વારા રી-સાઈકલ ટ્રીટેડ સુઍઝના પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુટીલીટી સર્વિસીસ માટેની ટ્રેન્ચ લાઈનો માટે કામગીરી પુર્ણ થયેથી વોટરીંગ માટે પીવાલાયક પાણીની જગ્યાઍ રી-સાઈકલ ટ્રીટેડ સુઍઝ માટે શક્યતાઓ ચકાી આગળની કાર્યવાહી કરાશે.

  • Related Posts