પાઘડીને કારણે શીખ વિદ્યાર્થીને લંડનના બારમાંથી બહાર કઢાયો

 

લંડન  : લંડનના ઍક બારમાંથી ઍક શીખ વિદ્યાર્થીને પાઘડીને કારણે ખેંચીને બહાર કાઢી મુકાયો હતો. કાયદાશાસ્ત્રના આ વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર આ ઘટનાને કારણે તે ભોગ બન્યો હોવાનું અનુભવી રહ્યો છે. બીબીસીના અહેવાલ અનુસાર લંડનમાં રહેતા ૨૨ વર્ષિય અમરિક સિંહે દાવો કર્યો હતો કે પાઘડી પહેરવાને કારણે તેને શનિવારે નોટિંઘમશાયરના મેન્સફિલ્ડમાં આવેલા રશ-લેટ બારમાંથી બહાર જવા કહેવાયું હતું. સિંહને ઍવું કહેવાયું હતું કે આ બારમાં માથા પર કંઇ પહેરવા ન દેવાની નીતિ લાગુ છે.

સિંહે કહ્યું હતું કે તેણે બાઉન્સરને ઍવું કહ્યું હતું કે પાઘડીને કારણે તેના માથાના વાળનું રક્ષણ થાય છે અને તે તેના ધર્મનો ઍક ભાગ છે. જો કે તેની આ વાત કાને ધરવામાં આવી નહોતી અને પહેલા તેને તેના મિત્રો પાસેથી ખેંચીને અલગ કરાયો અને તે પછી બારમાંથી બહાર કાઢી મુકાયો હતો. સિંહે કથિત રીતે ઍવું પણ કહેવાયું હતું કે મને નથી લાગતું કે તને પબમાં આવવા અને ડ્રીંક કરવાની મંજૂરી છે. તેણે ફેસબૂક પર લખ્યું હતું કે આ ઘટનાથી મારું હૃદય ભાંગી ગયું છે. મને માત્ર ઍટલા માટે કાઢી મુકાયો કે મે માથા પરથી પાઘડી કાઢવાનો ઇનકાર કર્યો હતો.

અમરિક સિંહના માતા-પિતા બંને લંડનમાં જ જનમ્યા છે. આ ઘટના પછી મેનેજમેન્ટે તેની માફી માગી છે અને સાથે જ કહ્યું છે કે કસુરવાર સ્ટાફને સસ્પેન્ડ કરી દેવાશે. બારે ઍવું પણ કહ્યું હતું કે તેમને ત્યાં ઍવી કોઇ પોલિસી નથી કે જેમાં માથા પર કંઇ પહેરી ન શકાય.

  • Related Posts