પાકિસ્તાન આર્મીની નિંદા કરનાર પાકિસ્તાની પત્રકારનું અપહરણ

  • 14
    Shares

પાકિસ્તાન આર્મીની નિંદા કરનાર પાકિસ્તાનની એક જાણીતી પત્રકારની કેટલાક અજ્ઞાત લોકોએ અપહરણ કર્યું હતું. જોકે સોશિયલ મીડિયા પર આ અપહરણ માટે પાકિસ્તાન આર્મીને જવાબદાર ગણાવ્યા બાદ પત્રકાર ગુલ બુખારીને છોડી મૂકવામાં આવી હતી.

મળતી જાણકારી મુજબ પાકિસ્તાની પત્રકાર ગુલ બુખારી રાત્રે 11 વાગ્યે પોતાના કાર્યક્રમ માટે ‘વક્ત ટીવી’ની ઓફિસે જઈ રહી હતી ત્યારે અજ્ઞાત લોકોએ લાહોર કેંટ પાસે તેમનું અપહરણ કર્યું હતું.

જોકે આ સમાચાર વાયુવેગે સોશિયલ મીડિયામાં ફરી વળતાં સરકારી ઓફિસો પર પણ દબાણ વધ્યું હતું અને છેવટે પત્રકારને મુક્ત કરી દેવામાં આવી હતી

  • Related Posts