પાકિસ્તાન અને બાંગ્લાદેશના નામો બદલાયા

  • 2
    Shares

પાકિસ્તાન અને બાંગ્લાદેશના નામે ઓળખાતા સચીન જીઆઇડીસીના બે વિસ્તારોના નામ બદલાયા છે. બાંગ્લાદેશ વિસ્તારનું નામ બદલીને સરદાર વલ્લભભાઇ પટેલ ઝોન અને પાકિસ્તાન વિસ્તારનું નામ સુભાષચંદ્ર બોઝ નામકરણ કરાયું છે.

૧૯૮૦માં ૭૦૦ હેકટર જમીન સંપાદન કરી જીઆઇડીસીની સ્થાપના કરવામાં આવી હતી અને તેમાં ૨૩૦૦ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જીઆઇડીસીમાં વિવિંગ, ઍન્જિનિયરીંગ, ડાઇંગ પ્રિન્ટીંગ ઍન્ડ કેમીકલ ઝોનની રચના કરવામાં આવી હતી.

ગેટ નંબર ૧માંથી ઍન્ટ્રી કરતા મેઇન રોડ નંબર ૬ જે લક્ષ્મીવિલા અને તેની આજુબાજુનો ઍરીયા છે. તેનું નામ ભિવંડી પડયું હતું. જયારે ગેટ નંબર ૨થી રોડ નંબર આઠ સુધી સાગર ચોકડીનો જમણી બાજુનો વિસ્તાર પાકિસ્તાન નગર તરીકે ઓળખાતો હતો.

જયારે જમણી બાજુનો મેઇન રોડ નંબર ૪૩નો વિસ્તાર બાંગ્લાદેશ તરીકે ઓળખાતો હતો. સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના સેક્રેટરી મયુર ગોળવાળાઍ જણાવ્યું હતું કે ભારતની આ જીઆઇડીસીના બે વિસ્તારો પાકિસ્તાન અને બાંગ્લાદેશના નામે ઓળખાતા હતા અને પોસ્ટલ ઍરિયામાં પણ આ બે દેશોના નામનો ઉલ્લેખ કરવામાં આવતો હતો.

તેને કારણે બહારગામના વેપારીઓને અજુગતુ લાગતુ હતો. ખાસ કરીને યાર્ન, સ્પેર પાર્ટસ, ગ્રે કાપડ અને મિલજીનના સામાન ટ્રાન્સપોર્ટમાં મંગાવતી વખતે સચીન જીઆઇડસી પાકિસ્તાન ઍરિયા કે બાંગ્લાદેશ ઍરિયા લખવું પડતું.

પરંતુ ૩૫ વર્ષથી ચર્ચીત આ નામો ઔધોગિક સોસાયટીઍ નોટીફાઇવ ઓથોરીટીના સહયોગથી બદલીને હવે સરદાર વલ્લભભાઇ પટેલ ઝોન અને સુભાષચંદ્ર બોઝ ઝોન કરી દેવામાં આવ્યા છે. ઉદ્યોગકારોને પણ સુચના આપવામાં આવી છે કે પોસ્ટલ ઍડ્રસમાં હવેથી ભારતના આ બે મહાન સપુતોના નામે ઍરિયામાં નામ લખવામાં આવે.

  • Related Posts