પાકિસ્તાનમાં હિન્દુ વેપારી અને તેના પુત્રની ગોળી મારીને હત્યા

  • 22
    Shares

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં લૂંટના પ્રયાસ દરમિયાન ઍક હિન્દુ વેપારી અને તેના પુત્રની ગોળી મારીને હત્યા કરાઈ હતી, ઍમ ઍક મીડિયા અહેવાલમાં કહેવાયું હતું.

આ બનાવ ગઈકાલે હબ જિલ્લાના ગદાની વિસ્તારમાં બન્યો હતો. જયપાલ દાસ અને તેનો પુત્ર ગીરિશ નાથેને ઍક સીમેન્ટ ફેકટરી નજીક અજાણ્યા લોકોઍ ગોળી મારી હતી, તેમણે લૂંટારાઓનો પ્રતિરોધ કરતાં તેમને ગોળી મારવામાં આવી હતી.

કાયદાકીય કાર્યવાહી બાદ બંને મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યાં હતાં. પોલીસે ઍક કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસના વરિષ્ઠ અધિકારી મુહમ્મદ હાશિમ અને બલૂચિસ્તાનના મુખ્ય મંત્રીના સલાહકાર હિન્દુ સમુદાયને મળ્યાં હતાં અને સંવેદના પ્રગટ કરી હતી.

દોષીતોને પકડવા માટે ઍક ખાસ તપાસ ટીમની રચના કરાઈ છે અને ટૂંક સમયમાં તેઓ પોલીસ કબ્જામાં હશે, ઍમ હાશિમે કહ્યુ હતું. સાથે જ તેમણે ઉમેર્યુ હતું હિન્દુ સમુદાયના રહેણાંક વિસ્તારોમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યાં છે કારણ કે જેમ અન્ય લોકોની સુરક્ષાની અમરી જવાબદારી છે તેવી જ રીતે તમારી સુરક્ષાની પણ અમારી જવાબદારી છે.

  • Related Posts