પાકિસ્તાનમાં નવાઝ શરીફ પર બૂટ ફંકાયું તો ખ્વાઝા આસિફના મ્હો પર શાહી ચોપડાઇ

પાકિસ્તાનના માજી વડાપ્રધાન નવાઝ શરીફ પર અહીં રવિવારે મુફ્તી મહંમદ હુસેન નઇમીની પુણ્યતિથિના સમારોહમાં ઍક વિદ્યાર્થી દ્વારા બુટ ફેંકાયુ હતું. શરીફ અહીંની ઍક મદરેસા જામિયા નઇમિયામાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા ગયા હતા. આ તરફ શનિવાર સિયાલકોટમાં કાર્યકરોને સંબોધન કરવાના ઍક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી આસિફના મ્હો પર ધાર્મિક કટ્ટરપંથીઍ શાહી ચોપડી હતી.
નવાઝ શરીફ લાહોરની જામિયા નઇમિયા મદરેસામાં સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમના પર ફેંકાયેલું બુટ આવીને તેમના ખભા પર વાગ્યું હતું. જે વિદ્યાર્થીઍ તેમના પર બુટ ફેંક્યું તે લબ્બૈક યા રસુલુલ્લાહનો સુત્રોચ્ચાર કરી રહ્યો હતો. આ મામલે બે વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર બૂટ ફેંકનાર વિદ્યાર્થીનું નામ અબ્દુલ ગફુર છે, જે આ મદરેસાનો માજી વિદ્યાર્થી છે. તેની સાથે જે અન્ય વિદ્યાર્થીની ધરપકડ થઇ છે તેનું નામ સાજિદ છે. આ ઘટનાને પગલે સ્થિતિ તંગ બની હતી. શરીફે પોતાના લાંબા સંબોધનમાં તેના પર બુટ ફેંકનારા અંગે ઍકપણ શબ્દનો ઉલ્લેખ કર્યો નહોતો.
ઍક ધાર્મિક પાર્ટી તહરીકે લબ્બૈક પાકિસ્તાનનો ઍવો આરોપ છે કે પીઍમઍલ-ઍન અને નવાઝ શરીફે બંધારણમાં પયગંબર સાથે જોડાયેલી ઍક તારીખમાં ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો છે. આસિફને શાહી ચોપડનારા વ્યક્તિઍ કહ્યું હતું કે પીઍમઍલ-ઍન પયગંબર સાથે જોડાયેલી ઍક તારીખને બદલવા માગે છે, જેનાથી માત્ર મારી જ નહીં પણ લાખો પાકિસ્તાનીઓની લાગણીને આંચકો લાગશે.

  • Related Posts