પાકિસ્તાનના પીઠ માનવ અધિકારવાદી કાર્યકર અસ્મા જહાંગીરનું નિધન

લાહોર : પાકિસ્તાનના પ્રખ્યાત મહિલા વકીલ અને માનવાધિકાર કાર્યકર્તા અસ્મા જહાંગીરનું આજે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. અસ્મા જહાંગીરનો જન્મ વર્ષ ૧૯૫૨માં લાહોરમાં થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટીથી કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી, તે પાકિસ્તાન સર્વોચ્ચ અદાલત બાર ઍસોસિઍશનના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા.

અસ્માઍ પાકિસ્તાની રાજકારણમાં સેનાની ભૂમિકાની હંમેશાં ટીકા કરી હતી. કેટલીક વખત તેમણે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈઍસઆઈ સહિત અન્ય ગુપ્તચર સંસ્થાઓ વિરૂદ્ઘ ગંભીર આરોપ લગાવ્યાં હતાં અને તેમનાથી પોતાના જીવનો જોખમ હોવાનું પણ જણાવ્યું હતું. ઍક વખત અસ્મા જહાંગીરે દાવો કર્યો હતો કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાઍ તેમની હત્યા કરાવવાના પ્રયાસ કર્યા હતાં.
થોડા સમય પહેલાં તેમનો ઍક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે પાકિસ્તાની સેનાના જનરલોને ત્રાસવાદ ફેલાવાવાળા પોલિટિકલ ડફર કહ્યા હતાં અને તેમને કોઈ પણ પ્રકારના યુદ્ઘમાં અસક્ષમ ગણાવ્યાં હતાં.

૬૬ વર્ષીય અસ્મા મેડમને આજે સવારે હદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમને તત્કાળ હોસ્પિટલમાંલઇ જવામાં આવ્યા હતા ૫ણ તેમને બચાવવાના ડોકટરોના ૫યત્નો નિષ્ફળ ગયા હતા અને તેમણે ત્યાં જ છેલ્લા શ્વાસ લીધા હતા. ઍમ ઍક વરિષ્ઠ ધારાશાસ્ત્રી આદીલ રાજાઍ જણાવ્યુ હતું. અસ્માના પુત્રીમુનીઝા જહાંગીરે ટવીટર ૫ર પોતાના માતાના અવસાન અંગે ટવીટ કરીને જણાવ્યુ હતું કે દફન વિધીના કાર્યક્રમની વિગતો બાદમાં જાહેર કરવામાં આવશે. અસ્મા જહાંગીરના અવસાનના સમાચાર ફેલાતા જ વિશ્વભરમાંથી તેમના માટે શ્રધ્ધાંજલિઓનો ૫વાહ શરૂ થયો હતો. પાકિસ્તાનનાં રાષ્ટ૫તિ અને વડા૫ધાને ૫ણ તેમને શ્રધ્ધાંજલિ આપી હતી.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts