પાંચમી વનડે વિજય માટે ભારતીય ટીમને સંપૂર્ણ શ્રેય : ઍડેને માર્કરમ

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ઍડેન માર્કરમનું કહેવું છે કે મંગળવારે પોર્ટ ઍલિઝાબેથમાં રમાયેલી પાંચમી વનડેમાં વિજયનું શ્રેય ભારતીય ટીમને ફાળે જાય છે. યજમાન ટીમનું સુકાન સંભાળી રહેલા માર્કરમે કહ્યું હતું કે આ ખરેખરે મુશ્કેલ હતું, વિજયનું શ્રેય ભારતીય ટીમને મળે છે. અમારી બેટિંગ સારી નહોતી, જ્યારે તમે વિકેટ ગુમાવો છો ત્યારે તમારે લયમાં આવવા માટે સંઘર્ષ કરવો પડે છે. તેણે કહ્યું હતું કે ખેલાડીઓથી થોડી ભુલો થઇ છે અને હું શરૂઆત મારી જાતથી જ કરીશ, છતાં હું કહીશ કે આ સિરીઝમાં અમે ભારતીય સ્પિનરોનો સામનો સારી રીતે કર્યો, ઍ અનુભવ મેળવવાની પ્રક્રિયા છે.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts