પાંચમા ક્રમનો સૌથી મોટો હીરો ૪૦ મિલિયન ડોલરમાં વેચાયો

નવી દિલ્હી : ૯૧૦ કેરેટનો લીસોથો લેજેન્ડ હીરો ઍન્ટવર્પમાં થયેલી ઍક હરાજીમાં ૪૦ મિલિયન ડોલરમાં વેચાયો હતો, ઍમ જેમ ડાયમંડ લિમિટેડે આજે કહ્યુ હતું. કંપનીને બે ગોલ્ફ બોલ જેટલા આકારનો હીરો તેની લેટસેંગ ખાણમાંથી આ વર્ષે મળી આવ્યો હતો.

જો કે અન્ય કંપનીઓને આ પ્રકારના હીરાની વધુ સારી કિંમતો મળી છે. લ્યુકારા ડાયમંડ કોર્પ ને ૮૧૩ કેરેટના હીરા માટે ૬૩ મિલિયન ડોલર મળ્યાં હતાં જ્યારે ૧,૧૦૯ કેરેટનો હીરો ૫૩ મિલિયન ડોલરમાં વેચાયો હતો જે ઈતિહાસમાં બીજા નંબરનો સૌથી મોટો હીરો છે.

લેટસેંગ ખાણ પોતાના હીરાઓના આકાર અને ગુણવત્તા માટે પ્રખ્યાત અને તેમાંથી નીકળતાં હીરાઓને વિશ્વમાં ઉચ્ચ સરેરાશ કિંમત મળે છે. જેમ કંપનીઍ ૨૦૧૫માં ૩૫૭ કેરેટનો હીરો ૧૯.૩ મિલિયન ડોલરમાં વેચ્યો હતો અને ૨૦૦૬માં કંપનીને ૬૦૩ કેરેટનો હીરો મળ્યો હતો. આ વર્ષે અત્યાર સુધી કંપનીને ૧૦૦ કેરેટ કરતાં વધુ મોટા ૬ હીરા મળ્યા છે.

  • Related Posts