પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી ૧૦નાં મોત, ઉ.ભારતમાં ‘‘લૂ’’ની સ્થિત

  • 37
    Shares

પશ્ચિમ બંગાળમાં વીજળી ત્રાટકવાના બનાવોમાં ઓછામાં ઓછા ૧૦ જણાના મોત નીપજ્યા હતાં. અને અન્ય ઘણાં લોકો ઈજા પામ્યા હતાં, ચોમાસાના ભારે વરસાદે મિઝોરમમાં પૂરની સ્થિતિ સર્જી છે. આજ સમયે ઉત્તર ભારતમાં ‘‘લૂ’’ ની સ્થિતિ પ્રવર્તે છે.

હવામાન વિભાગે ઉત્તરીય ભારતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અધિકારીઓએ જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળમાં બાંકુરા જિલ્લામાં વીજળી ત્રાટકવાથી ચાર જણા માર્યા ગયા હતા. હુગલી જિલ્લામાં ત્રણ અને પશ્ચિમ મિડનાપેરિચ, બિરભૂમ અને નોર્થ ૨૪ પરગણાના જિલ્લાઓમાં એક-એક જણાનું મોત નીપજ્યું હતું.

ભારે વરસાદે મિઝોરમના લુંગ લેઈ અને ઐઝવાલ જિલ્લામાં પૂરની સ્થિતિ પેદા કરી છે. પૂરના કારણે ૧૦૦૦થી વધુ લોકોનું બે જિલ્લાઓમાં સલામત સ્થળે સ્થાનાંતર કરાવવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે રાજ્યના શાળા શિક્ષણ વિભાગે તમામ શાળાઓમાં આજે અને કાલે રજા જાહેર કરી છે. એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

પંજાબ અને હરિયાણામાં મોટાભાગના વિસ્તારોમાં ‘‘લૂ’’ ની સ્થિતિ ઘટયા વિના ચાલુ રહી છે, અમૃતસર અને પતિયાલા ૪૨.૮ સે. તાપમાને અત્યંત ગરમ પ્રદેશો બની રહ્યાં હતાં, જે તાપમાન પંજાબ હરિયાણા પ્રદેશમાં આ સ્થળોને સૌથી વધુ ગરમ સ્થળો બનાવતું હતું.

 

 

 

 

  • Related Posts