ન્યુયોર્કના મેડમ તુસાદમાં લાગ્યું કૈટરીનાનું સ્ટેચ્યુ

નવી દિલ્હી : ન્યુયોર્ક સ્થિત મેડમ તુસાદ મ્યુઝિયમમાં બોલિવુડ અભિનેત્રી કૈટરીના કૈફનું સ્ટેચ્યુ લાગ્યું હતું. મેડમ તુસાદ ન્યુયોર્કના ટ્વીટર પેજ પર તેની માહિતી અને તસવીર શેર કરવામાં આવી હતી. સ્ટેચ્યુની ખાસ વાત છે કે તેમાં કૈટરીના ડાન્સ કરતી દેખાય છે તેમની પાસે જ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું સ્ટેચ્યુ પણ લાગેલું છે.

સ્ટેચ્યુંમાં કૈટરીનાઍ ગોલ્ડન, સફેદ, સિલ્વર રંગનો લહેંગો પહેરેલો છે. આ સ્ટેચ્યુને ૨૦ કલાકારોઍ ૪ મહિનામાં બનાવ્યું હતું. સ્ટેચ્યુની કિંમત આશરે ૯૬ લાખ રૂપિયા છે.

  • Related Posts