નોટબંધીના ૧૫ માસ પછી પણ જૂની નોટોની ગણતરી ચાલુ!

નવી દિલ્હી : નોટબંધીના નિર્ણયની ઘોષણાના ૧૫ મહિના પસાર થઇ ગયા પછી પણ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) લોકો દ્વારા પાછી સોંપવામાં આવેલ નોટોની ગણતરી અસલી નકલી હોવાની ઓળખ કરવામાં અને ગુણા-ભાગમાં સંકળાયેલી છે. કેન્દ્રીય બેંકનું કહેવું છે કે તે તેજીથી આ કામ કરી રહી છે. સાથે જ રિઝર્વ બેંક પાછી સોંપવામાં આવેલ નોટોની અસલી – નકલી હોવાની સાથે જ તેની સાચી ગણતરી ગણતીય રૂપે મેળવવાનું કામ કરી રહી છે.

સૂચનાના અધિકાર હેઠળ પીટીઆઇ ભાષા દ્વારા દાખલ અરજીનો જવાબ આપતા રિઝર્વ બેંકે આ વાત જણાવી છે. રિઝર્વ બેંકના જવાબ મુજબ ઍ બેંક નોટોની અંક ગણિતીય સાચાપણા, અને વાસ્તવિકતાની ઓળખ કરવામાં આવી રહી છે. અને નોટોને મેળવવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે. આથી આ સંબંધમાં મેળવવાની અને ગણતરીની પ્રક્રિયા પૂરી થયા પછી જ જાણકારી આપી શકાય છે.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts