નીરવ મોદીની સ્ટાઇલમાં ઓ.બી.સી. બેંક સાથે ૧૫૫ કરોડની છેતરપિંડી, ઍફઆઇઆર નોંધાઇ

  • 9
    Shares

હરિયાણાની લાકડાની ઍક કંપની વિરૂધ્ધ ઓરિઍન્ટલ બેંક ઓફ કોમર્સ (ઓબીસી)ની સાથે ૧૫૫ કરોડ રૂપિયાની ધોખાબાજીનો કેસ નોંધવામાં આવ્યો છે.ી સીબીઆઇ દ્વારા નોંધવામાં આવેલી ઍફઆઇઆરમાં જણાવાયા મુજબકંપનીઍ કથિત રીતે બેંક બુકમાં ઉલ્લેખ કર્યા વિના ફંડ ટ્રાન્સફર માટે ઇન્ટરનેશનલ બેંકિંગ મેસેજનો ઉપયોગ કરી સિંગાપોરમાં પોતાની સહાયક કંપનીની સ્વીકૃત ક્રેડિટ સીમાઓમાં હેરફેર કરી બેંકની સાથે છેતરપિંડી કરી હતી.

પંજાબ નેશનલ બેંકની સાથે છેતરપિંડી માટે હીરાના કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોકસીઍ પણ આ જ પ્રકારની છેતરપિંડી કરી હતી.

અધિકારીઓઍ જણાવ્યું હતું કે ઍમટીપીઍલઍ આયાતી લાકડાના વેપાર અને આવરણમાં લાગેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાઍ ઓબીસી અને બેંક ઓફ બરોડાના ઍક સંઘ પાસેથી ૨૪૨.૦૯ કરોડ રૂપિયાની ક્રેડિટ સુવિધાનો લાભ ઉઠાવ્યો હતો. બેંકને સ્વીકૃત રોકડ ક્રેડિટ સીમાને વધારી ઓબીસીની સાથે ધોખાબાજી કરવામાં આવી હતી.

ઓબીસીની ફરિયાદને ધ્યાને લઇ સીબીઆઇઍ મહેશ ટિંબર પ્રાઇવેટ લિમિટેડ (ઍમટીપીઍલ)ના રોકાણકારો અશોક મિત્તલ અને નિશા મિત્તલ, બેંકના વરિષ્ઠ પ્રબંધક સુરેન્દ્ર કુમાર રંગા વિરૂધ્ધ કેસ નોંધ્યો છે. રંગાને આ મામલે બરખાસ્ત કરવામાં આવ્યા છે

 

  • Related Posts