નિદાસ ટ્રોફી : ટીમ ઇન્ડિયાઍ શ્રીલંકાને છ વિકેટે પરાસ્ત કર્યુ

કોલંબો : આજે અહી રમાયેલી નિદાસ ટ્રોફીની ચોથી મેચમાં ટીમ ઇન્ડિયાઍ મનિષ પાંડે અને દિનેશ કાર્તિકની જોરદાર બેટિંગની સાથે સુરેશ રૈનાના જોરદાર ચમકારાને પગલે શ્રીલંકાને ૬ વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાઍ મુકેલા ૧૫૩ રનના લક્ષ્યાંકને ટીમ ઇન્ડિયાઍ ૧૭.૩ ઓવરમાં ૪ વિકેટે કબજે કરી લીધો હતો. ઍક તબક્કે ટીમ ઇન્ડિયાઍ ૮૫ રનમાં ૪ વિકેટ ગુમાવી ત્યારે દબાણ વધ્યુ હતું, જો કે મનિષ પાંડેઍ ૩૧ બોલમાં ૪૨ અને કાર્તિકના ૨૫ બોલમાં ૩૯ રનની મદદથી ભારતીય ટીમે વિજય પતાકા લહેરાવી હતી.

ટીમ ઇન્ડિયા તરફથી દાવની શરૂઆત ફરી ઍકવાર રોહિત શર્મા અને શિખર ધવને જ કરી હતી. રોહિત આજે મોટી ઇનિંગ રમે ઍવી અટકળો વચ્ચે તે ફરી ઍકવાર ફ્લોપ થયો હતો અને ૧૧ રનના અંગત સ્કોર પર તે પેવેલિયન ભેગો થયો હતો. અત્યાર સુધી ફોર્મમાં ચાલતો શિખર ધવન પણ તે પછી પેવેલિયન ભેગો થયો હતો અને બોર્ડ પર માત્ર ૨૨ રન હતા ત્યારે આ બંને બેટ્સમેન પેવેલિયન ભેગા થઇ ગયા હતા.

તે પછી સુરેશ રૈના અને રાહુલ મળીને ટીમનો સ્કોર ૬૨ રન સુધી લઇ ગયા હતા, ત્યારે રૈના ૧૫ બોલમાં ૨૭ રન બનાવીને આઉટ થયો હતો. તે આઉટ થયો પછી થોડી વારમાં લોકેશ રાહુલ પણ અંગત ૧૮ રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. તે પછી મનીષ પાંડે અને દિનેશ કાર્તિક મળીને ટીમને વિજય સુધી દોરી ગયા હતા.

મનિષ પાંડેઍ ફરી ઍકવાર પોતાની બેટનો ચમકારો બતાવ્યો હતો, જ્યારે દિનેશ કાર્તિકે પણ અણીના સમયે ટીમને ઉપયોગી ઇનિંગ રમી હતી. બંને વચ્ચે ૭.૪ ઓવરમાં ૬૮ રનની નોટઆઉટ ભાગીદારી થઇ હતી.

  • Related Posts