નવ વર્ષ બાદ વિકલાંગો તેમજ વિધવાઓને સ્વ-રોજગારી માટે મનપા કેબિન ફાળવશે

  • 8
    Shares

સુરત : સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા વિકલાંગ તેમજ વિધવા મહિલાઓને તેના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સ્વરોજગારી ઉભી થાય તેવા હેતુથી ૪ બાય ૬ ફુટની કેબિન ફાળવવામાં આવે છે. આ કેબિન નકકી કરાયેલી જગ્યાઍ ટ્રાફિકને અડચણ ના થાય તેવી રીતે મુકવાની હોય છે. છેલ્લે ૨૦૦૯માં મનપા દ્વારા આવી કેબિનની ફાળવણી કરવામાં આવી હતી. હવે નવ વર્ષ બાદ ફરીથી આ રીતે જરૂરીયાતમંદ વિકલાંગ તેમજ વિધવાઓને કેબિન ફાળવણીની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે.

જો કે અગાઉ કેબિનના ઉપયોગ બાબતે જે બંધન હતા તેમજ આવક મર્યાદા વાર્ષિક ૧૮ હજાર હતી, તેમાં વર્તમાન સમયને ધ્યાને રાખીને છુટછાટ મુકવાની જોગવાઇ પણ કરવામાં આવશે. અગાઉ આવી કેબિન માત્ર ઍસટીડી-પીસીઓ તરીકે વાપરવાની છુટ આપવામાં આવતી હતી પરંતુ હવે મોબાઇલના જમાનામાં ઍસટીડી-પીસીઓ નિરર્થક હોવાથી જનરલ સ્ટોર્સની વસ્તુઓ, સ્ટેશનરી, બેકરી પ્રોડકટ જેવી અનેક પ્રકારની સામગ્રી વેચી શકે તેવી છુટછાટ અપાશે અને અરજદારની આવક મર્યાદા પણ ૬૮ હજાર કરી દેવાશે.

  • Related Posts