નવાઝ શરીફ અને મરિયમ પર પાકિસ્તાન છોડવાં પર પ્રતિબંધ

  • 7
    Shares

ભ્રષ્ટાચારના મામલે ઘેરાયેલા પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝને પાકિસ્તાન સરકારે વધુ ઍક ઝાટકો આપતાં તેમના નામ ઍક્ઝિટ કંટ્રોલ લિસ્ટ(ઍવાં લોકો જે દેશ છોડીને જઇ ન શકે) માં લખાવી દિધાં છે જેથી શુક્રવારે પાકિસ્તાન પરત ફરી રહેલા નવાઝ શરીફ ફરી પાકિસ્તાન છોડીને અન્ય દેશમાં ન જઇ શકે. પાકિસ્તાન સરકારે આ નિર્ણય ઍ ચુકાદાના બીજા દિવસે કર્યો છે જેમાં નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમને ભ્રષ્ટાચારના મામલે કોર્ટે અનુક્રમે ૧૦ અને ૭ વર્ષ કેદની સજા સંભળાવી છે. નવાઝ શરીફ અને મરિયમ હાલમાં લંડનમાં છે જ્યાં તેઅો નવાધ શરીફની પત્ની કુલસુમ નવાઝની સંભાળ રાખી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફ શુક્રવારે પાકિસ્તાન પરત ફરશે.

  • Related Posts