નવાઝુદ્ઘિ સેલિબ્રિટી છે ઍટલે તેને ટાર્ગેટ કરવામાં આવે છે : પત્ની

મુંબઇ : અભિનેતા નવાઝુદ્દિન સિદ્ઘિકીની પત્ની અંજરીઍં પોતાની જાસૂસીની વાતને ફગાવી દીધી છે, તેણે ઍક ફેસબૂક પોસ્ટમાં કહ્યું હતું કે નવાઝ ઍક સેલિબ્રિટી છે તેથી તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. મારી જાસૂસી કરાવવાના તમામ આરોપ ખોટા અને પાયાવિહોણા છે. આ પહેલા નવાઝે કહ્યું હતું કે મીડિયા કેટલાક આરોપ અંગે સવાલ કરી રહ્યું છે તે ખુબ જ નીમ્ન કક્ષાની વાત છે.

ઍ ઉલ્લેખનીય છે કે પત્નીની જાસૂસીના વિવાદમાં મહારાષ્ટ્ર પોલિસે નવાઝને સમન્સ મોકલ્યા હતા, જો કે તે તપાસમાં સામેલ થયો નહોતો. અંજલી સિદ્ઘિકીઍ પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યુંં હતું કે મીડિયામાં જે સમાચાર ચાલી રહ્યા છે તેનાથી મને અને નવાઝને આશ્ચર્ય થયું છે.

મજબૂર થઇને મારે મારી ચૂપકીદી તોડવી પડે છે. કોલ ડિટેલ રેકોર્ડ બાબતે વિવાદ ચાલી રહ્યો છે અને તેમાં શું છે તે સચ્ચાઇ ટૂંકમાં જ સામે આવી જશે. હું કહી શકું છું કે નવાઝ પર જે આરોપ લાગ્યા છે તે પાયાવિહોણા છે.

  • Related Posts