નર્મદ યુનિ.માં જળ સંચય પ્રોજેકટ, ૨૫ હજાર લિટર પાણી સ્ટોર કરાશે !

  • 8
    Shares

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાણીની કટોકટીની સમસ્યાના હલ રૂપે જય સંચય પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. જે પાણીનો ઉપયોગ રસાયણ શાસ્ત્ર વિભાગની પ્રયોગ શાળા અને બોરવેલ રીચાર્જ કરવામાં ઉપયોગ કરાશે.

રાજયમાં પાણીની સર્જાયેલી કટોકટીને પગલે સરકાર દ્વારા સુજલામ સુફલામ જય અભિયાન યોજના અમલમાં મુકવામાં આવી છે. જેના પરથી બોધપાથ લઇ નર્મદ યુનિવર્સિટી દ્વારા પણ જય સંચય પ્રોજેકટ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. નર્મદ યુનિવર્સિટીનું કેમ્પસ દરિયા કિનારાથી નજીક છે અને ભુર્ગભમાં પાણીનો સ્ત્રોત ઉંડા છે અને ખારાશ વાળા છે. જેથી જમીનમાં પાણીના સ્તર ઉંચા આવે અને બોરવેલ રિચાર્જ થાય તે માટે યુુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં રસાયણ શાસ્ત્ર વિભાગ પાસે બનાવવામાં આવેલો બોરવેલનો ઉપયોગ કરવામાં આવશે.

રસાયણ શાસ્ત્ર વિભાગના ત્રણ બિલ્ડીંગોના અંદાજે ૨૨ હજાર ચોરસ ફૂટ વિસ્તારનું પાણી સીધુ પાઇપ લાઇન મારફતે ટેકનિકલી તૈયાર કરવામાં આવેલા ફિલ્ટરેશન ટેન્કમાં સ્ટોર કરવામાં આવશે. જેમાં અંદાજે ૨૫ હજાર લિટર પાણી સ્ટોર થશે. આ પાણીનો રસાયણ શાસ્ત્રની પ્રયોગ શાળામાં અને વધારાના પાણીનો ઉપયોગ બોરવેલ રિચાર્જીગ માટે કરવામાં આવશે.

  • Related Posts