ધવનને કરેલી ગુડબાય રબાડાની ૧૫ ટકા મેચ ફી કપાવી ગઇ

દક્ષિણ આફ્રિકાના સ્ટાર બોલર કગિસો રબાડાઍ અહીં રમાયેલી પાંચમી વનડેમાં શિખર ધવનને આઉટ કર્યા પછી તેને પેવેલિયન જવાનો ઇશારો કરીને ગુડબાય કર્યુ હતું, તેને આ ગુડબાય ૧૫ ટકા મેચ ફીમાં પડી છે.

આઇસીસીની કલમ ૨.૧.૭ હેઠળ રબાડાને આ હરકત માટે કસુરવાર ઠેરવવામાં આવ્યો હતો અને તેની ૧૫ ટકા મેચ ફી કાપી લેવાનો દંડ ફટકારાયો હતો. રબાડા પર ફિલ્ડ અમ્પાયર ઇયાન હયાન ગોલ્ડ, શોન જ્યોર્જ અને થર્ડ અમ્પાયર અલીમ દાર તેમજ ફોર્થ અમ્પાયર બોંગાની જેલેઍ આ આરોપ મુક્યો હતો. રબાડાઍ તેના પર મુકાયેલા આરોપને સ્વીકારી લીધો હતો. આ સાથે જ આ ઝડપી બોલરના ૫ ડિમેરિટ પોઇન્ટ થયા છે. હવે જો તેના નામે વધુ ૩ ડિમેરિટ પોઇન્ટ જોડાશે તો તેના પર ઍકાદ બે મેચ રમવાનો પ્રતિબંધ પણ લાગુ થશે.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts