દ.આફ્રિકા સામેની દ્વિપક્ષિય સિરીઝમાં ધવને પણ ૩૦૦ રન પુરા કરવાની સિદ્ઘિ મેળવી

દક્ષિણ આફ્રિકા સામે ૧૯૯૨-૯૩થી શરૂ થયેલા દ્વિપક્ષિય ક્રિકેટ સંબંધો પછી પ્રથમવાર ટીમ ઇન્ડિયાના કોઇ બેટ્સમેને ઍક જ સિરીઝમાં ૩૦૦થી વધુ રન બનાવ્યા છે, અને આ સિદ્ઘિ ઍક નહીં પણ બે બેટ્સમેનોઍ મેળવી છે. હાલની સિરીઝમાં વિરાટ કોહલીઍ આજની વનડે સાથે કુલ ૪૦૫ રન બનાવ્યા છે, જ્યારે શિખર ધવને આજે ૩૪ રન કર્યા તેની સાથે તેના હાલની સિરીઝમાં દક્ષિણ આફ્રિકા સામે કુલ ૩૦૫ રન થયા છે. આ પહેલા કોઇ ઍક સિરીઝમાં સર્વાધિક રનનો ભારતીય રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામે હતો, જેણે ૧૯૯૯ના પ્રવાસમાં ૨૮૫ રન બનાવ્યા હતા.

  • Related Posts