દેશની નિકાસો વધી : ૫.૧૭ ટકાના વધારા સાથે ૨૫.૯૧ અબજ ડોલર થઈ

  • 6
    Shares

વાણિજ્ય મંત્રાલયની આંકડાકીય માહિતીમાં જણાવ્યા મુજબ ઈજનેરે, રસાયણો અને દવા ક્ષેત્રોના ઉત્તમ દેખાવના કારણે ઍપ્રિલ માસમાં નિકાસ ૫.૧૭ ટકા સુધી વધી ૨૫.૯૧ અબજ અમેરિકી ડોલરના આંક પર પહોંચી હતી, જે નિકાસ ગત વર્ષે ઍપ્રિલ માસમાં નોંધાયેલી નિકાસ કરતાં ૫.૧૭ ટકા વધુ છે.

વાર્ષિક આધાર પર આયાત પણ ઍપ્રિલ માસમાં ૪.૬૦ ટકા સુધી વધી ૩૯.૬૬ અબજ અમેરિકી ડોલરના આંક ઉપર પહોંચી હતી, આથી વેપાર ખાદ્ય ૧૩.૭૨ અબજ અમેરિકી ડોલર નોંધાઈ હતી.

સમીક્ષા હેઠળના ઍપ્રિલ માસ દરમ્યાન ઓઈલ (તેલ) ની આયાતનું મૂલ્ય ૧૦.૪૧ અબજ અમેરિકી ડોલર રહ્યું હતું. જે આ પહેલાના વર્ષના ઍપ્રિલ માસ કરતાં ૪૧.૫ ટકા વધારે છે.

આમ છતાં, બિન-ઓઈલ આયાત ઍપ્રિલ ૨૦૧૮માં ૪.૩ ટકા સુધી ઘટી ૨૯-૨૧ અબજ અમેરિકી ડોલર નોંધાઈ હતી.

ઍપ્રિલ માસ દરમ્યાન, ઈજનેરી, રસાયણ અને દવાઓની નિકાસ અનુક્રમે ૧૭.૬૩ ટકા, ૩૮.૪૮ ટકા અને ૧૩.૫૬ ટકા નોંધાઈ હતી.

આમ છતાં, પેટ્રોલિયમ પેદાશો, કાર્પેટ, કિંમતી રત્નો અને જ્વેલરી અને લોખંડની કાચી ધાતુઍ નકારાત્મક વૃધ્ધિ નોંધી હતી.ઍપ્રિલ માસમાં, સોનાની આયાત પણ ૩૩ ટકા સુધી ઘટી ૨.૫૮ અબજ અમેરિકી ડોલર નોંધાઈ હતી

  • Related Posts