દુનિયાની અંગત સંપત્તિ વધીને ૨૦૧.૯ ટ્રિલિયન ડોલર થઇ છે. ૨૦૧૬ ના મુકાબલે આ સંપત્તિમાં ૧૨ ટકાનો વધારો નોંધાયો છે. બોસ્ટન કન્સલ્ટીંગ ગૃપની આ રિપોર્ટમાં કહેવાયું છે કે શેરબજારમાં તેજીને કારણે કરોડપતિઓની સંપત્તિમાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે દુનિયાના કરોડપતિ અને અરબપતિઓ પાસે દુનિયાની અડધી અંગત સંપત્તિ છે. ૨૦૧૨ માં આ આંકડો ૪૫ ટકા હતો. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ છે કે કરોડપતિઓની સંપ્ત્તિ વધવાનો એ અર્થ નથી કે ગરીબ વધુ ગરીબ થઇ રહ્યો છે. એટલે કે રિપોર્ટ મુજબ દરેક વ્યક્તિની સંપત્તિમાં વધારો થઇ રહ્યો છે. જોકે રિપોર્ટમાં કહેવાયું છે કે અમીરોની સંપત્તિ વધવાની ગતિ વધુ ઝડપી છે.
આ વર્ષે બહાર પડેલી રિપોર્ટ પ્રમાણે સોૈથી વધુ અરબપતિઓ અમેરિકાના છે. આ યાદીમાં બીજા ક્રમાંક પર ચીન છે. ગત વર્ષે ચીન આ યાદીમાં પ્રથમ ક્રમે હતું. રિપોર્ટ તેૈયાર કરનારી એના જેકરેવેસ્કીએ બતાવ્યું હતું કે પાંચ વર્ષમાં ચીન આ મામલે વિકાસ કરશે. ચીનમાં અમેરીકા કરતાં ચાર ગણાં વધુ અરબપતિઓ હશે. ઇસ્ટર્ન યુરોપ અને સેન્ટ્રલ એશિયામાં અરબપતિઓની સંખ્યામાં સોૈથી વધુ વધારો થયો છે.