દિનેશ ચંદીમલ ૨ મેચ માટે સસ્પેન્ડ

ભારત સાથેની મહત્વપૂર્ણ મેચથી પહેલાં શ્રીલંકાને આજે આંચકો લાગ્યો હતો, ટીમના કેપ્ટન દિનેશ ચંદીમલને ધીમી ગતિ ઓવરના કારણે ટી-૨૦ ત્રિકોણીય શ્રેણીના આવતાં ૨ મેચો માટે સસ્પેન્ડ કરાયો છે.

આઈસીસીઍ જારી કરેલા નિવેદન મુજબ બાંગ્લાદેશ વિરૂદ્ઘ ટી-૨૦ મેચ દરમિયાન શ્રીલંકાઍ નિર્ધારીત સમયમાં ચાર ઓવર ઓછા કર્યા હતાં જેના કારણે કેપ્ટન ચંદીમલને બે મેચ માટે સસ્પેન્ડ કરાયા છે. તે આવતીકાલે ભારત અને ૧૬ માર્ચના રોજ બાંગ્લાદેશ વિરૂદ્ઘ થનારા છેલ્લા રાઉન્ડ રોબિન મેચ રમી નહીં શકશે. જો કે શ્રીલંકા જો ફાઈનલમાં પહોંચે છે તો તેમાં તે રમી શકશે.

  • Related Posts