દાઢીના વીમા અંગે કોહલીએ કર્યો મહત્વનો ખૂલાશો

  • 45
    Shares

 

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી હાલના દિવસોમાં પોતાની દાઢીનાં કારણે ચર્ચામાં છે. ચર્ચા એ વી છે કે વિરાટ કોહલીએ  તેની દાઢીનો વીમો કરાવી લીધો છે. સોશિયલ મીડીયા પર એ ક વીડિયો વાઇરલ થયાં બાદ આવી ચર્ચાઓએ  વેગ પકડ્યો છે.

એ ક તરફ જ્યાં આ મામલે તેમની સામે સવાલ કરાઇ રહ્યાં છે ત્યારે બીજી તરફ ટીમના સાથી ખેલાડીઓ પણ આ મુદ્દે વિરાટ સાથે મશ્કરી કરી રહ્યા છે. યજુવેન્દ્ર ચહલ, કેએ લ રાહુલ અને ઉમેશ યાદવે ટવીટ્ર પર વિરાટ કોહલીના દાઢીનાં વીમા મામલે મજાક કરતાં ટ્વીટ કર્યા હતાં.

વિરાટ કોહલીએ  આ સાથી ખેલાડીઓને તેમનાં જ અંદાજમાં જવાબ વાળતાં ટ્વીટ કર્યુ કે ‘મારી દાઢીને લઇને થઇ રહેલી ચર્ચા મજેદાર છે. છોકરાઓ હવે પોપકોર્ન ટાઇમ આવી ગયો છે ’

  • Related Posts