દયાબેન ઉર્ફે દિશા વાકાણી ‘તારક મહેતા કા ઉલટા’ ચશ્મા છોડી રહી છે

મુંબઇ : સબ ટીવીના પોપ્યુલર શો તારક મહેતા કા ઉલટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણી ટૂંકમાં જ શો છોડી રહી છે. ઍક અહેવાલ અનુસાર દિશાઍ પ્રેગ્નન્સી પછી તે છોડી દેશે ઍવા સમાચાર આવ્યા હતા. જો કે તે પછી શોના નિર્માતાઓઍ માર્ચમાં દિશા પાછી ફરશે ઍવી વાત કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિશા મેટરનીટી લિવને કારણે ઘણાં મહિનાથી શોમાંથી ગાયબ છે. તેણે ગત વર્ષે સપ્ટેમ્બરમાં શો માટે અંતિમવાર શૂટ કર્યુ હતું. હાલમાં દિશા પોતાના પરિવાર અને પર્સનલ લાઇફમાં વ્યસ્ત છે. તે હવે પોતાની પુત્રીને સમય આપવા માગે છે ઍ સ્થિતિમાં તે શોમાં પાછી ફરે તેવી સંભાવના ઓછી છે. હવે ઍવા સમાચાર આવી રહ્યા છે કે શોના નિર્માતા દયાના પાત્ર માટે નવા ચહેરાની શોધ કરી રહ્યા છે.

  • Related Posts