દમણમાં હવે જાહેર સ્થળો પર દારૂ પીવા પર પ્રતિબંધ

દમણ: સંઘ−દેશ દમણમાં હવે જાહેર સ્થળો પર દારૂ પીવાનું લોકોને ભારે પડશે. વધી રહેલી ગુનાહિત તથા હિંસક અને ખતરનાક −વૃત્તિઓ, જાહેર સ્થળો પર દારૂ પીધા બાદ ગમે ઍમ દારૂની બોટલો ફેંકવા જેવા અન્ય મુદ્દાઓની મળેલી ફરિયાદોને કારણે −દેશનાં કલેક્ટરે આદેશ બહાર પાડી, જાહેરમાં દારૂ પીવા પર −તિબંધ લાદી સજાની જોગવાઈ કરી છે.

દમણમાં દારૂનાં વિક્રેતાઓ પાસેથી દારૂ ખરીદી કરતા લોકો અને પર્યટકો જાહેર સ્થળો, દરિયા કિનારાઓ તથા હરવા ફરવા લાયક સ્થળો પર દારૂનું સેવન કરી દારૂની બોટલો ત્યાં જ મૂકી જતા રહેતા હોય છે.

ઍટલું જ નહીં અમુક તત્વો દ્વારા દારૂની બોટલોને જાહેરમાં ફોડી, ઍક −કારનું દૂષણ પણ ફેલાવતા હોય છે. આ સાથે નશામાં ધુત બની ગેરવર્તન, બોલાચાલી, મારામારીની સાથે હત્યા જેવા સંગીન અપરાધિક કામો કરવાનું પણ સામે આવતા −દેશની શાંતિ અને સલામતી ન જોખમાય અને કાયદાનું યોગ્ય પાલન થઈ શકે ઍ માટે ઝડપી પગલાં ભરવાનાં આશય સાથે દમણનાં કલેક્ટર સંદિપકુમાર સિંગ  દ્વારા ઍક આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

જે આદેશ મુજબ ૧૩ ઍિ−લથી ૬૦ દિવસ માટે દમણનાં કોઈ પણ જાહેર સ્થળો અને હરવા ફરવા લાયક સ્થળોની સાથે દરિયા કિનારા પર કોઈ પણ વ્યક્તિ જાહેરમાં દારૂ પી શકશે નહીં.

જો ઍમ કરતાં કોઈ પણ પકડાશે તો તેઓ વિરુદ્ઘ ગુનો દાખલ કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સજા ફટકારવામાં આવશે. આ સાથે જ જે હોટલ અથવા તો બાર ઍન્ડ રેસ્ટોરન્ટ પાસે દારૂ ઍક્સાઈઝ નિયમન અંતર્ગતનું લાયસન્સ હશે, તેઓને આ −તિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

સુરતીલાલાઓની સાથે અન્ય રાજ્યોમાંથી હરવા ફરવા અર્થે આવતા પર્યટકો માટે દમણ ઍક સ્વર્ગ સમાન ગણાય છે. જ્યાં દરિયા કિનારે દારૂ, બિયરની ચૂસ્કી સાથે ઠંડી હવાનો આનંદ અત્યાર સુધી માણવા મળી રહ્યો હતો. ઍ આ આદેશ બાદ હવે પૂર્ણ રૂપથી બંધ થઈ જતાં આગામી વેકેશનનાં દિવસોમાં પર્યટકો દરિયા કિનારે હરી ફરી તો શકશે પણ જાહેરમાં દારૂનું સેવન કરી શકશે નહીં.

  • Related Posts