દક્ષિણ જા૫ાનમાં ભારે વરસાદની વિનાશલીલા : ૭૬નાં મોત, ઠેર ઠેર તબાહીના દ્રશ્યો

  • 14
    Shares

જાપાનના દક્ષિણીય ભાગમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદનો કહેર યથાવત્ રહ્યો છે. છેલ્લા ૪૨ વર્ષમાં જાપાનમાં આ સોથી વધુ વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે જાપાનમાં અત્યાર સુધી ૭૬ લોકોના મોત થયાં છે તથા અનેક લોકો લા૫તા છે અને માલમિલકતને વ્યા૫ક નુકસાન થયું છે.

જાપાનની સરકારના પ્રવક્તા યોશિહીદેએ માહિતી આપતાં કહ્યું હતું કે હિરોશીમા અને દક્ષિણ જાપાનમાં ૯૨ લોકો વિશે હાલ કોઇ જાણકરી મળી નથી વરસાદને કારણે થયેલી દુર્ઘટનામાં ૪૮ લોકોના મોત થવાની વાતને સમર્થન મળી ચુક્યું છે જ્યારે અન્ય ૨૮ લોકોનું પણ મૃત્યું થયું હોવાની સંભાવના છે. ભારે વરસાદના કારણે જાપાનનાં ક્યુશુ અને શિકોકુ ટાપુ માટે એલર્ટ બહાર પાડવામાં આવ્યાં છે. જાપાનનાં વડાપ્રધાને કહ્યું હતું કે બચાવ કામગીરી, લોકોના જીવ બચાવવાં અને વિસ્થાપન કાર્ય સમય સામેની એક લડાઇ છે. જાપાનમાં વરસાદે તબાહી મચાવતાં સરકારે રાહત અભિયાન માટે ૪૦ હેલિકોપ્ટર ઉતાર્યા છે.

જાપાનના ઘણાં ગામો આ પુરના કારણે પૂર્ણ રીતે તબાહ થયાં છે. લાખોની સંખ્યામાં લોકો પોતાનું ઘર છોડવાં મજબુર થયાં છે. હિરોશીમામાં પુરના કારણે લોકોને પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવામાં મુશ્કેલી થઇ રહી છે.પુરના કારણે લોકો ઘરની ઉપર હાલમાં આશરો લઇ રહ્યા છે. સરકારે વિશેષ આપત્તિ પ્રકોષ્ઠની સ્થાપના કરી વધુમાં વધુ લોકોને બચાવી લેવાં માટે પ્રયત્નો હાથ ધર્યા છે.

ભારે વરસાદ અને ત્યારબાદ થયેલા ભુપ્રપાતના કારણે સરકાર અત્યાર સુધી ૧૫ લાખથી વઘુ લોકોનું સ્થાનાંતરણ કરી ચુકી છે. જાપાનના જે વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે એ વિસ્તારોમાં સરકાર ૨૪ કલાક રાહતના કામમાં લાગી છે. પાણી અને ગેસ લાઇનને પુનઃ કાર્યરત કરીને લોકો સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવા સરકાર કાર્ય કરી રહી છે. હવામાન વિભાગે અન્ય બે જગ્યાઓ માટે હાઇ એલર્ટ આપ્યાં હતાં જ્યારે કેટલાક ક્ષેત્રોમાંથી એલર્ટ હટાવી દેવાયાં છે.

 

 

  • Related Posts