દક્ષિણ આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કમાં શિકારી જ સિંહોનો શિકાર બની ગયો

ક્રૂગર નેશનલ પાર્ક : દક્ષિણ આફ્રિકાના ક્રગર નેશનલ પાર્કમાં ઍક દિલ કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં ઍક સંદિગ્ધ શિકારીને સિંહોઍ ફકત મારી જ નહીં નાખ્યો પરંતુ તેને ખાઇ પણ ગયા હતા. શિકારીની શિકાર કરવા માટેની ગોળીઓ ભરેલી રાઇફલ પણ આ હુમલામાં કંઇ કામ કરી શકી નહોતી. ઘટના સ્થળની નજીકમાં જ રાઇફઝલ પોલી મળી છે. ૧૨મી ફેબ્રુઆરીના રોજ સોમવારે પોલીસે જણાવ્યું હતું કે પીડિતના શરીરનો ખૂબ જ ઓછો હિસ્સો ઘટના સ્થળે બચેલો છે.

પોલીસે જણાવ્યા મુજબ શિકારીના શરીરના અવશેષ ઍક ઝાડીની પાસે ઍક ખાનગી ગેમ પાર્કની પાસે મળ્યા છે. આ ઘટના લિમ્પોપો પ્રાંતના ઉત્તરીય વિસ્તાર હોઍડસપ્રૂતમાં બની છે. આ વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોમાં જાનવરોના ગેરકાનૂની શિકાર માટે કુખ્યાત થઇ ગયો છે. લિમ્પોપો પોલીસ પ્રવકતાઍ જણાવ્યું હતું કે ઍમ જણાય છે કે પીડિત શિકાર કરવાની કોશિશ કરી રહયો હતો ત્યારે જ સિંહોઍ તેની ઉપર હુમલો કરી તેનો જાન લઇ લીધો હતો.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts