દક્ષિણ આફ્રિકન કોચ ગિબ્સન નારાજ : ટીમ વર્લ્ડકપ માટે તૈયાર ન હોવાનું કહ્યું

હતાશ દક્ષિણ આફ્રિકન કોચ ઓટિસ ગિબ્સને કહ્યું હતું કે પોર્ટ ઍલિઝાબેથમાં તેમની ટીમના પરાજયને છુપાવવા માટે તેમની પાસે કોઇ બહાનુ નથી. આ પરાજયથી હવે મારે ભાવિ માટે ઘણું વિચારવું પડશે. વનડે સિરીઝમાં ભારતીય ટીમ સામે મળેલા પરાજયથી ગિબ્સન ઘણા નારાજ જણાયા હતા અને તેમની નારાજગી પ્રેસ ફોન્ફરન્સમાં જોવા મળી હતી. તેમણે કહ્યુ હતું કે ભારત સામે મળેલા પરાજયે મને આગળ વિચારવા માટે મજબૂર કર્યો છે. હું જાણું છું કે અમે વર્લ્ડકપ પર ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છીઍ, પણ મને નથી લાગતું કે આજે જે ટીમ તમે જોઇ છે તે ઍ ટૂર્નામેન્ટમાં જઇ શકશે. તેમણે કહ્યું હતું કે ભારતીય સ્પિનર યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે વનડે સિરીઝમાં મારી ટીમની પોલ ખોલી નાખી છે. પણ મને નથી લાગતું કે ઇંગ્લેન્ડમાં બોલ આટલા સ્પિન થશે.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts