ત્રાસવાદીઓની માહિતી મળતાં પંજાબના પઠાનકોટમાં ઍલર્ટ

  • 8
    Shares

 

સુરક્ષા દળોઍ પંજાબના પઠાનકોટમાં આજે હાઈ ઍલર્ટ ઘોષિત કર્યુ હતુંં, ઍક સ્થાનિકે દાવો કર્યો હતો કે તેણે ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓને લિફ્ટ આપી હતી.

ઍક સ્થાનિકે અમને જણાવ્યું હતું કે તેણે બે યુવકોને લિફ્ટ આપી હતી. તેને લાગ્યુ હતું કે આ બંને ત્રાસવાદી હોઈ શકે છે કારણ કે તેમની પાસે હથિયાર હતાં અને તેઓ પાડોશી રાજ્ય જમ્મુ કાશ્મીરના કથુઆ નજીક ઉતરી ગયાં હતાં, ઍમ પઠાનકોટના ઍસઍસપી વિવેક શીલ સોનીઍ કહ્યુ હતું.

અત્યારે તો અમે તે બંનેને શંકાસ્પદ વ્યક્તિ તરીકે લઈ રહ્યા છીઍ અને તે મુજબ જ કાર્યવાહી કરી રહ્યાં છીઍ, ઍમ તેમણે ઉમેર્યુ હતું.
પઠાનકોટ પોલીસ મહત્વની જગ્યાઓ પર વાહનોની તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે પંજાબ પોલીસે આવા જોખમનો સામનો કરવા ગુરદાસપુર અને પઠાનકોટ જિલ્લાઓને ૯ બુલેટપ્રુફ ટ્રેક્ટર આપ્યાં છે. ગુરદાસપુરના દીના નગર અને પઠાનકોટના વાયુ સેનાના બેસ પર ત્રાસવાદીઓઍ ક્રમશ: જુલાઈ ૨૦૧૫ અને જાન્યુઆરી ૨૦૧૬માં હુમલો કર્યો હતો.

  • Related Posts