ત્રણ વાર ઓછો સ્કોર કરવો ઍ ખરાબ ફોર્મ નથી : રોહિત

અહીં રમાયેલી પાંચમી વનડેમાં સદી ફટકારીને ફોર્મમાં પાછા ફરેલા રોહિત શર્માઍ કહ્યું હતું કે હું ત્રણ મેચમાં આઉટ થયો અને તમે ત્રણ મેચ પછી તમે કેવી રીતે કહી શકો કે હું ખરાબ ફોર્મમાં છું. તમે લોકો ઍક મેચ પછી જ કોઇને સારા ફોર્મમાં હોવાનું કહી દો છો અને જો કોઇ ત્રણ મેચમાં સારુ પ્રદર્શન ન કરી શકે તો તેને તમે ખરાબ ફોર્મમાં હોવાનું કહી દો છો. તેણે દક્ષિણ આફ્રિકામાં ખરાબ રેકોર્ડનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ૨૦૧૩ની વાત અલગ હતી. હું ત્યારે મધ્યમક્રમમાંથી ઓપનીંગની ભૂમિકામાં આવ્યો હતો. હું અત્યારે જે પ્રકારની બેટિંગ કરું છું તેમાં ઘણો નિખાર આવ્યો છે. ૨૦૧૩માં અથવા તે પહેલા શું થયું તે ભુલી જાઓ. તેણે કહ્યું હતું કે આવી સ્થિતિ આવે છે કે જ્યારે તમે પૂરતા પ્રયાસ કરો છો છતાં બધી બાબતો તમારા અનુસાર રહેતી નથી. તેથી ઍ સમયે રિલેક્સ રહીને વિચારવાની જરૂર હોય છે.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts