તુર્કીમાં ટ્રેન દુર્ઘટના : ૨૪નાં મોત, ૧૦૦ ઘાયલ

  • 13
    Shares

ઉત્તર પશ્ચિમ તુર્કીમાં રવિવારે ઍક ટ્રેન પાટા પરથી ઊતરી જવાના કારણે ૨૪ લોકોના મોત નીપજ્યા હતાં અને અન્ય ૧૦૦ લોકો ઘાયલ થયા હતાં. તુર્કીના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે બુલ્ગારિયાની સીમાવર્તી કાથિકુલ શહેર તરફથી ઍ ટ્રેન ઈસ્તંબુલ જઈ રહી હતી. ઍજ સમયે ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયાં હતાં. જેનાં પગલે આ દુર્ધટના બની હતી.

   

આ દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણી શકાયા નથી. પરંતુ અધિકારીઅોનું કહેવું છે કે ઉત્તર-પશ્ચિમ તુર્કીમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રેલવેના પાટા ઊંખડી ગયાં છે. તેનાં કારણે ટ્રેન પાટા પરથી ઊત રી ગઈ હતી. ટ્રેનમાં કુલ ૩૬૨ યાત્રીઅો સવાર છે.

  • Related Posts