તાજમહલના સંરક્ષણ બાબતે સર્વોચ્ય ન્યાયાલયે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી

  • 9
    Shares

સુપ્રિમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારની તાજમહેલના સંરક્ષણ માટેની ઉદાસીનતા બાબતે ઝાટકણી કાઢતાં કહ્યું હતુ કે મોગલોના સમયની આ ઐતિહાસિક ઇમારતના સંરક્ષણ માટે કોઇ આશા દેખાતી નથી. સુપ્રિમ કોર્ટે એ વાત પર નારાજી વ્યક્ત કરી હતી કે ઉત્તરપ્રદેશ સરકાર તાજમહલની સુરક્ષા અને સંરક્ષણને લઇને દ્રષ્ટિ પત્ર લાવવામાં પણ વિફળ રહી છે.

આ સાથે જ સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે તે આ ઐતિહાસિક ઇમારતના સંરક્ષણ માટે ક્યાં પગલા લીધા છે અને કેવી કાર્યવાહી કરી છે તે અંગે વિસ્તૃત જાણકારી આપે. જજ એમબી લોકુર અને જજ દિપક ગુપ્તાની બેન્ચે કહ્યું હતું કે તાજમહલના સંરક્ષણ બાબતે સંસદની સ્થાયી સમિતીની રિપોર્ટ આવી હોવાં છતાંય સરકારે કોઇ નક્કર પગલાં લીધાં નથી.

આ બાબતે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આઇઆઇટી કાનપુર તાજમહલ અને તેના આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદુષણ પર અભ્યાસ કરી રહી છે જે ચાર મહિનામાં રિપોર્ટ આપશે. કેન્દ્રએ એ પણ કહ્યું હતું કે તાજમહલ અને તેની આસપાસના વિસ્તારમાં પ્રદુષણના સ્ત્રોત િïવશે જાણકારી મેળવવાં એક વિશેષ સમિતી બનાવાઇ છે જે આ બાબતે ઉપાય પણ જણાવશે. સુપ્રિમ કોર્ટ ૩૧ જુલાઇથી પ્રતિદિન આ કેસની સુનાવણી કરશે.

 

  • Related Posts