તાઇવાનના પોપ સ્ટારનું ગીત સાંભળીને ઍક યુવતી ચાર મહિના કોમામાં રહ્યા બાદ જાગી

  • 5
    Shares

 

હોસ્પિટલનો ઍક કિસ્સો વાયરલ થઈ રહ્યો છે. ૨૪ વર્ષીય યુવતી અચાનક ગીત સાંભળીને કોમામાંથી બહાર આવી. ચીની અખબારના હેવાલ અનુસાર આ છોકરીને તાઇવાનના પોપ સ્ટાર જે ચાઉનું ગીત સંભળાવાયુંહતું. ગયા વર્ષે નવેમ્બરમાં આ યુવતી કોમામાં સરી પડી હતી. ઓક્સિજન ન પહોંચવાના કારણે તેનું મગજ કામ કરતું ન હતું. તેને કોમામાંથી બહાર કાઢવા તેને જોક્સ અને મજેદાર ખબરો સંભળાવાઇ પણ તે હલી નહીં પણ જેવું તેને ગીત સંભાળાવાયું તો જાગી ગઈ.

નર્સે તાઇવાન ન્યુઝને જણાવ્યું કે હું ઘણી વાર ચાઉના ગીતો સાંભળું છું. મને ઍમ કે તેને પણ ગમશે ઍટલે ઍને ૨૦૦૬ના સુપરહિટ ગીત રોજમેરી સંભળાવ્યું. ગીત સાંભળીને યુવતી ભાનમાં આવતા હોસ્પિટલ સ્ટાફ્ પણ આશ્યર્યચકિત છે.

આ અગાઉ ૨૦૦૭માં બ્રિટનના સાત વર્ષનું ઍક બાળક પણ તેની માતાઍ તેનું મનપસંદ ગીત સંભળાવતા ઍક સપ્તાહના કોમામાંથી બહાર આવ્યો હતો.

  • Related Posts