તમારી કન્ફર્મ ટિકિટ હવે ટ્રાન્સફર થઈ શકશે

જો તમારી પાસે ટ્રેનની કન્ફર્મ ટિકિટ હોય અને કોઈક કારણસર તમારે પ્રવાસ કેન્સલ કરવો પડ્યો હોય તો તમે તમારી કન્ફર્મ ટિકિટ કોઈ બીજા યાત્રીને આપી શકો છો અને તે યાત્રી તમારી ટિકિટ પર યાત્રા કરી શકે છે, આ નિર્ણય માટે રેલ્વે દ્વારા નવી માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.

શુક્રવારે આપેલા રેલવેના એક વ્યકતવ્યમાં જણાવાયું છે કે રેલવે પ્રશાસન દ્વારા આધિકારિક મહત્વપૂર્ણ સ્ટેશનના રિઝર્વેશન સુપરવાઇઝર એક યાત્રી દ્વારા બીજા કોઈ યાત્રીને આપવામાં આવેલી ટિકિટ પર યાત્રા કરી શકશે.

કેવી રીતે શક્ય બનશે ??

રેલવેની ગાઈડલાઇન મુજબ વ્યક્તિ પોતાની કન્ફર્મ ટિકિટ પરિવાના અન્ય સભ્યો જેમ કે પિતા,માં, ભાઈ કે બહેન, બાળકો , પતિ કે પત્નીને ટ્રાન્સફર કરી શકશે. આના માટે ટ્રેન છૂટવાના 24 કલાક પહેલા લેખિતમાં આવેદન આપવું પડશે

  • Related Posts