તમામ સિકકાઓ સ્વીકાર ન કરાશે તો કાર્યવાહી; રિઝર્વ બેંકની બેંકોને ચેતવણી

નોટબંધી બાદ દેશભરના સામાન્યજનો સિકકાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. તેમની પાસે હાજર સિકકાઓને લેવાનો બેંકો દ્વારા ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. તો બજારમાં આ સિકકાઓનું પૂર આવેલું છે. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશો છતાં હજુ પણ ઘણી બેંકો સિકકા લેવાનો ઇન્કાર કરી રહી છે. તે પછી ભારતીય રિઝર્વ બેંકે બેંકોને સાવચેત કરી છે કે ગ્રાહકો પાસેથી તમામ મૂલ્યના સિકકાઓ સ્વીકાર કરવામાં આવે. આ નિર્દેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમની વિરુધ્ધ કાર્યવાહી થઇ શકે છે. ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે તેનાં દ્વારા બેંક શાખાઓમાં કાઉન્ટરો પર તમામ મૂલ્ય વર્ગના સિકકા લેવાની સલાહ આપવામાં આવી હોવા છતાં ફરિયાદો આવી રહી છે.
ઍ ફરિયાદો મુજબ ગ્રાહકો પાસેથી બેંકોમાં સિકકા સ્વીકાર કરવાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. આજ કારણ છે કે નાના દુકાનદારો સિકકા લેવાનો ઇન્કાર કરી રહ્યા છે. આના લીધે સામાન્ય જનતાને મુશ્કેલીઓ પડી રહી છે.
રિઝર્વ બેંકે બેંકોને નિર્દેશ આપ્યો છે કે તેઓ પોતાની તમામ શાખાઓને સિકકા લેવા માટે આદેશ આપે. શાખાઓમાં તમામ સિકકાઓ સ્વીકાર કરવામાં આવે, ભલે… સિકકા ખાતામાં જમા કરવામાં આવી રહ્યા હોય કે નોટોની માંગણી કરવામાં આવી રહી હોય.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts