તમને નાણાકીય સલાહકારની કેમ જરૂર પડે ?

આપણા અંગત જીવનમાં જાણીતા નિર્ણયો લેવાની પ્રક્રિયામાં આપણાને ઘણી મદદ મળી રહે છે. આપણી પાસે મિત્રો, પરિવારજનો, કન્સલ્ટન્ટ, ઍક્સપર્ટ અને ઍવા ઘણા છે કે જેના પર આપણે વિશ્વાસ મુકી શકીઍ અને જેઓ પોતાના અનુભવ અને જ્ઞાન વડે આપણા જીવનને સુગમ બનાવવામાં મદદ કરી શકે. ભૂતકાળમાં આપણી કેરિયરની, જીવનસાથીની, નોકરીની કે પછી મિત્રની પસંદગી કરવા સહિતની તમામ બાબતોમાં આપણાને પરિવાર અને મિત્રોની મદદ મળી રહેતી હતી. આપણે આપણા વકીલ, ઍકાઉન્ટન્ટ, સલાહકાર, ડોક્ટર, જ્વેલર્સ અને આપણી પડોશમાં જ આવેલા દુકાનદાર સાથે ઍક ખાસ સંબંધ ધરાવીઍ છીઍ. જોકે જેમ જેમ વિશ્વ મોટુ થતું ગયુ તેમ તેમ આપણું વલણ પણ બદલાયું અને આ કન્સલ્ટન્ટનું આપણું વિશ્વ પણ ઝડપથી નાનુ બની ગયુ. સામાન્યપણે આજે આપણે સ્વતંત્રતા, જાતે જ નિર્ણય કરવાના આઇડિયામાં વધુ માનતા થઇ ગયા છે અને આપણે આપણા વ્યક્તિત્વને જાતે જ નિખારવા માગીઍ છીઍ.
આજે આપણી પાસે અર્થતંત્રમાં સારુ શિક્ષણ અને સરળીકરણ સાથે સરળતાથી ઉપલબ્ધ થતી માહિતીઓ, આર્થિક માર્કેટ અને પ્રોડક્ટનું ડિજિટલ ઍસેસ આવી ગયા છે. રોકાણ કરવામાં જે લોકો નવા છે તેઓ લેખો અને માહિતી વડે તમામ અનુભવ મેળવવાનો પ્રયાસ કરે છે. આપણી પાસે આ બધુ હાથવગું હોવાને કારણે આપણામાંથી કેટલાક ઍવું માનવા માંડે છે કે આપણે સશક્ત બની ગયા છીઍ અને આર્થિક સલાહકારની ભૂમિકા અને મહત્વ અંગે સવાલ કરતાં થઇ ગયા છીઍ. તેમાંથી ઘણા કોઇના મતથી દોરવાઇ જાય છે અને નાણાકીય સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં નવા યુગના બદલાતા ઍજન્ટ દ્વારા મીડિયા દોરીને લઇ જવામાં આવી રહ્યું છે. તેથી ઍ મહત્વનું છે કે આપણે ફરી ઍવું વિચારીઍ કે તમારા માટે આર્થિક સલાહકારની શા માટે જરૂર છે.
તમને શા માટે આર્થિક સલાહકારની કેમ જરૂર છે :
અ) ઍક લાગણીશીલ ગાઇડ : રોકાણમાં તમારી લાગણી ઍક રાક્ષસની ભૂમિકા ભજવે છે. જો તેનું ધ્યાન રાખવામાં ન આવે તો તે તમારા સમગ્ર આર્થિક જીવનને હણી શકે છે. તેથી જ જ્યારે તમે આર્થિક નિર્ણય કરતાં હોવ ત્યારે તમારી લાગણીઓને બાજુ પર મુકવાની વાતો હંમેશાથી થતી આવી છે. આવા સમયે તમારા આર્થિક પ્રવાસમાંથી તમારી લાગણીઓને બાજુ પર મુકવા માટે આર્થિક સલાહકાર ઍવી ભૂમિકા સુપેરે ભજવી શકે છે. તે તમને તમારા આર્થિક લક્ષ્યાંકો અને યોજનાઓને વળગી રહેવામાં તમારી મદદ કરે છે, સાથે જ જ્યારે માર્કેટ મોજા પર સવાર હોય કે સ્થિર સ્થિતિમાં હોય ત્યારે તમને નિરપેક્ષતા જાળવવામાં પણ તે મદદ કરે છે. તે માર્કેટના અલગઅલગ સમયમાં તમારી લાલચ, આશા અને ડરની લાગણીને સુવ્યવસ્થિત કરવામાં તમારી મદદ કરે છે. જ્યારે આપણે જીવનભર માટે રોકાણ કરતાં હોઇઍ ત્યારે આ બધી બાબતો મહત્વની બની રહે છે.
બ) તમને તમારી જાતને સમજવામાં મદદ કરે છે : તમને હંમેશા ઍ ખબર નથી હોતી કે ખરેખર તમને શેની જાણ નથી. ઍક સાચો આર્થિક સલાહકાર આર્થિક બાબતોની દૃષ્ટિઍ તમારું ઍક સમગ્રતયા ચિત્ર દોરી આપે છે. તે માત્ર વર્તમાન નહીં પણ ભવિષ્યને પણ ધ્યાનમાં રાખે છે. જો તમે તેની સાથે પ્રામાણિકતાથી વર્ત્યા હોવ તો ઍકરીતે તે તમારા વિશે તમારા કરતાં કંઇક વધારે જાણે છે. તમારા આર્થિક સલાહકારની મદદ સાથે તમે તમારા આર્થિક જીવનનું ઝીણવટથી વિશ્લેષણ કરીને તમારા દરેક નાના અને મોટા આર્થિક ગોલ અગે યોજના બનાવી શકો છો. તમે તમારા જીવનમાં જેમ આગળ વધતા જાવ તેમ તેમ તે તમારી નબળાઇઓને શોધીને તેને દૂર કરીને તમને મજબૂત બનાવી શકે છે. તમે જે જોઇ શકતા નથી તેવા જોખમો અને ભય અંગે તે તમને અગાઉથી ચેતવી શકે છે. યોગ્ય આર્થિક આયોજન કરતી વખતે આર્થિક સલાહકાર તમારા આર્થિક ગોલને તારવવામાં તમારી મદદ કરી શકે છે અને સાથે જ તે તમારી જરૂરિયાતો અને રિસ્ક પ્રોફાઇલ અનુસાર તેની પ્રાથમિકતા નક્કી કરી શકે છે. આ આખી પ્રક્રિયા અને અનુભવ તમારા માટે ઍક નવી જ બાબત લાવી શકે છે.
ક) તમારા આયોજનોનું સાતત્ય જાળવી રાખો : યોજના બનાવવી ઍક અલગ બાબત છે અને તેને વળગી રહેવું ઍ અલગ બાબત છે. પૌલ સેમ્યુઅલ્સને ઍકવાર કહ્યું હતું કે રોકાણ કરવું ઍ ઍ રંગોને સુકાતા જોવા કે પછી ઘાસને ઉગતા જોવા જેવી બાબત છે. જો કે શોર્ટ ટર્મમાં રોકાણ કરવું ઍટલું સરળ નથી, આપણી લાંબા ગાળાની જવાબદારીઓ પર હંમેશા તેની ચિંતા છવાયેલી રહે છે. આર્થિક સલાહકાર રોકાણ કરવા માલે તમારુ સાતત્ય જાળવી રાખવામાં મદદ કરી શકે છે. બીજા કંઇ પણ કરતાં માર્કેટમાં કોઇ સુપિરિયર પ્રોડક્ટને બદલે સમય આપવો વધુ અગત્યનો છે અથવા લાંબા ગાળે ફાયદો કરાવે તે રીતે માર્કેટમાં સમય આપવો. આર્થિક સલાહકાર તમને ધીરજ જાળવવામાં અને રોકાણની તકો અને સમયનો સંપૂર્ણ લાભ ખાટવા માટે મદદ કરશે.
ડ) અનુભવ અને જ્ઞાનનો સ્ત્રોત : બિઝનેસમાંથી વર્ષો સુધી શીખતા રહેવાથી આ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી જોડાયેલા રહેવાને કારણે મેળવેલા અનુભવ અને જ્ઞાનનું ભાથુ ઍક આર્થિક સલાહકાર હંમેશા પોતાની સાથે લઇને ચાલે છે. આર્થિક સેવા ઍ ઍક ઍવો ઉદ્યોગ છે કે જેમાં સતત અભ્યાસ અને તમામ નવા ડેવલપમેન્ટથી અપડેટ રહેવું પડે છે, પછી તે રેગ્યુલેશનને લઇને હોય કે માર્કેટની પરિસ્થિતિ કે પ્રોડક્ટના ફિચરને લગતું હોય. ઍક વ્યક્તિગત રોકાણકાર તરીકે આ બધું ઘણું વધારે છે અને તે તમારો સમય, ઉર્જા અને નાણાના ભોગે આવે છે. જ્ઞાન અને શાણપણ મેળવવા અઘરા છે, જ્યારે તમે ગુમાવો છો અથવા કોઇ શંકા ઉદ્ભવે અથવા તમારે આર્થિક નિર્ણયમાં કોઇ મદદની જરૂર પડે ત્યારે આર્થિક સલાહકાર તમારી મદદ માટે તૈયાર જ હોય છે.
ઇ) ચડિયાતા થવાની પ્રેરણા : કોઇપણ પ્રથમ વખતે જ સ્વિમીંગ પુલમાં કૂદકો મારવા માટે તૈયાર હોતા નથી, મોટાભાગે કદાચ તમારી પાછળ ઊભેલા ઇન્સ્ટ્રક્ટર, મિત્ર અથવા વાલી તમને તેના માટે પ્રેરે છે. કોઇ વાલી કે શિક્ષકની જેમ જ આર્થિક સલાહકાર પણ પોતાના દરેક ક્લાયન્ટ માટે ઍક છૂપી ઇચ્છા ધરાવે છે. તે ઍવું ઇચ્છે છે કે તેઓ તમામ બાબતોમાં આપબળે વિકાસ પામીને મોટા બને અને સારા રોકાણકાર બને. આ ઉચ્છાથી પ્રેરાઇને ઍક આર્થિક સલાહકાર તમને ઍવી વસ્તુઓ કરવાની પ્રેરણા આપે છે કે જે તમને કરવાની તૈયારી ધરાવતા નથી. પછી તે ખર્ચ પર અંકુશ મુકવાનો હોય કે લાલચ ત્યજીને વણચકાસાયેલા રોકાણને અવગણવાનું દબાણ કરવાનું હોય. તમારા લક્ષ્યાંક માટે બચત કરાવે અથવા તમને વધુ રોકાણ કરવાનું દબાણ કરે, તેના ઍ દરેક નિર્ણય પાછળ તેની ઍવી ઇચ્છા કામ કરે છે કે તમે લાંબે ગાળે સુખી થાઓ. કદાચ મોટાભાગના રોકાણકારો પાસે આજે તેમનો અડધો પોર્ટફોલિયો પણ યોગ્ય નથી, ઍવું કંઇ તેમના આર્થિક સલાહકારને કારણે નથી. તમે જે શક્ય ગણતા ન હોવ તેવા ઉંચા લક્ષ્યાંકો અને મહાત્વાકાંક્ષા ઍ તમારા માટે નક્કી કરતો નથી. તેની સતત પ્રેરણા, અંકુશ અને મહાત્વાકાંક્ષાવાળું વલણ તમે અત્યારે શું છો અને તમે શું બની શકો છો તેની વચ્ચેની ખાઇને પુરતો ઍક પુલ બની શકે છે.
ઉ) જીવનભરનો સાથીદાર : આર્થિક સલાહકાર તમને માત્ર ઍક ટ્રાન્ઝેક્શન કરનારો કસ્ટમર માનતો નથી, પણ તે તો તમારા આર્થિક પ્રવાસનો જીવનપર્યતનો સાથી હોય છે. તે દરેક સારા રોકાણકાર પાસે ઍટલી જ અપેક્ષા રાખે છે કે તે લાંબા ગાળાના આ સંબંધોનું મહત્વ સમજે. તેના માટે તમે કદી ઍક વ્યક્તિ નથી, પણ ઍક પરિવાર છે, કે જે પેઢી દર પેઢી વિસ્તરતો રહે છે, તેથી તમારા માટે ઍ મહત્વનું છે કે તમારી પાસે ઍક વિશ્વાસપાત્ર આર્થિક સલાહકાર હોય. આ ઍક ઍવો પ્રવાસ છે કે જ્યાં તમારા અંગત જીવન અને માર્કેટના દરેક ઉતાર ચઢાવ વખતે ઍ તમારી સાથે જ રહે છે, અને જીવનમાં વિવિધ પડકારોને અવગણવામાં કે તેનો સામનો કરવામાં ઍે તમારી મદદ કરે છે. આર્થિક સુખાકારીનો ઍક માત્ર લક્ષ્યાંક હોવાને કારણે આર્થિક સલાહકાર માત્ર તમારો વિકાસ જ નથી ઇચ્છતો પણ હંમેશા તેના મનમાં ઍક મોટુ પિક્ચર રાખીને તે તમારી સંપત્તિનું રક્ષણ કરે છે. પરસ્પરના લાભાર્થી આ સંબંધ તરીકે આર્થિક સલાહકાર માત્ર તમારી સુખાકારીને ધ્યાને રાખવાની શરતે પોતાની સુખાકારી જુઍ છે.
આ) સ્પષ્ટ કારણોે : આપણી યાદીમાં ખરેખર તો છેલ્લે જ આવે છે તે આર્થિક સલાહકારની જરૂરિયાત અંગે તમે વિચારતા હોવ તો તેના સ્પષ્ટ કારણો છે. કારણો જેવા કે ઓપરેશનલ સપોર્ટ, સમયનો બચાવ, સમગ્ર રોકાણના પોર્ટફોલિયોનું સુદૃઢિકરણ, રોકાણની નિયમિત જાણકારી મેળવવી, પોર્ટફોલિયોની નિયમિત સમિક્ષા, પોર્ટફોલિયો અને ટ્રાન્ઝેક્શનની માહિતીનો સમયસર સંવાદ, રોકાણને લગતી કોઇપણ સમસ્યા કે મુદ્દાનું નિરાકરણ વગેરેની સાથે ઘણાં અન્ય વધારાના કારણો છે કે જે સમજાવે છે કે કેમ આર્થિક સલાહકારની જરૂર પડે છે.
તારણ : ઍક આર્થિક સલાહકાર તમે તમારા જીવનમાં લીધેલા તમામ રોકાણના નિર્ણયોના સરવાળા બરાબર છે. ઍક સાદા સવાલથી શરૂ કરીઍ તો શું તમે તમારા તમામ નિર્ણયોનું મુલ્ય કાઢી શકશો જે તમે તમારા આર્થિક સલાહકારના કારણે તમે લીધા નથી* શું તમે તેની ગેરહાજરીમાં બનાવેલા પોર્ટફોલિયોની સામે તેણે સૂચવેલા પોર્ટફોલિયોનું મુલ્ય કાઢી શકો છો* સત્ય ઍ છે કે રોકાણ માટેનો કોઇ ઍક નિર્ણય લેવો સરળ છે પણ વર્ષોના વર્ષો માટે ઍક વિસ્તૃત દૃશ્ય સામે રાખીને તેને તમારા યોગ્ય બનાવવાનો નિર્ણય લેવો આકરો પડે છે. આર્થિક સલાહકાર તમને નિર્ણય લેવામાં જ મદદ નથી કરતો, પણ સાથે જ તમારે શું નિર્ણય કરવો જોઇઍ તે નક્કી કરવામાં પણ મદદ કરે છે.

  • Related Posts