ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાંસ અને બ્રિટનની સાથે મળીને સીરિયા પર હુમલો કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયા સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. અમેરિકી ફાઇટર પ્લેન દ્વારા સીરિયાની રાજધાની દમિશ્કમાં હવાઇ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં અમેરિકા સાથે બ્રિટન અને ફ્રાન્સ પણ સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ હતું કે અમેરિકાએ સીરિયા સામે યુદ્ધ છેડી દીધું છે અને અમેરિકા સાથે ફ્રાન્સ અને બ્રિટન પણ છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે હાલમાં જ કરેલા રાસાયણિક હથિયાર પરીક્ષણના વિરોધમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ સાથે મળીને સિરીયા સામે યુદ્ધની જાહેરાત  કરી છે.

સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ દ્વારા સાતમી એપ્રિલના રોજ રાસાયણિક હથિયારોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં ૬૦થી વધુ લોકોના મોત થયા હતા ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે આકરી પ્રતિક્રિયા કરતાં સિરીયા સામે યુદ્ધની જાહેરાત કરી હતી અને સીરિયાની રાજધાની દમિશ્કમાં હવાઇ હુમલો કરવામાં આવ્યો હતો

  • Related Posts