ડે-નાઇટ ટેસ્ટમાં ન રમવાનો ભારતનો નિર્ણય સ્વાર્થી : માર્ક વો

  • 13
    Shares

ઓસ્ટ્રેલિયાના માજી ક્રિકેટર માર્ક વોઍ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ડે-નાઇટ ટેસ્ટ ન રમવાના ભારતના નિર્ણયને સ્વાર્થી ગણાવ્યો હતો. માર્ક વોઍ કહ્યું હતું કે ભારતે થોડું સ્વાર્થી વલણ દાખવ્યું છે, કારણકે તમામના પ્રયાસ ટેસ્ટ ક્રિકેટને ફરી લોકપ્રિય બનાવવાના છે.

માર્ક વોઍ બિગ સ્પોર્ટ્સ બ્રેકફાસ્ટ રેડિયોને બુધવારે આપેલી ઍક મુલાકાતમાં કહ્યું હતું કે ભારતની દૃષ્ટિઍ તેમનું આ વલણ થોડું મતલબી હતું, કારણકે આપણે ટેસ્ટ ક્રિકેટને પુનર્જીવન આપવાનું છે. કેટલાક દેશોમાં ડે-નાઇટ ટેસ્ટ ક્રિકેટ જરૂરી હિસ્સો હોઇ શકે છે, જે ટેસ્ટ મેચોને ફરી ત્યાં પહોંચાડી દે જ્યાં તેણે હોવું જોઇઍ.

માજી ખેલાડીઍ કહ્યું હતું કે તેમની ટીમ ડે-નાઇટ ટેસ્ટના હિસાબે ઘણી સારી છે. તેમની પાસે ઝડપી બોલરો છે, તેથી તેઓ માત્ર સ્પિન બોલરો પર નિર્ભર નથી.

તેમના બેટ્સમેન પણ ટેક્નીકલી ઘણા મજબૂત છે. મને લાગે છે કે રમતના ભલા માટે ડે-નાઇટ ટેસ્ટ જોવી વધુ સારી બની હોત. ભારતીય ટીમ ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડશે અને ઍ પ્રવાસમાં તેઓ ૩ ટેસ્ટ મેચ રમવા છે. જેમાંથી ઍડિલેડની પ્રથમ ટેસ્ટ ડે-નાઇટ રમાડવાનો પ્રસ્તાવ હતો.

  • Related Posts