ડેટા હેક કરી અનાજ હજમ કરનારાઓથી કંટાળી આખરે વેબ બેઈઝ્ડ સોફટવેર ઍક્ટિવેટ કરાયું

નેશનલ ફુડ સિકયુરિટી ઍકટના રેશનકાર્ડના ડેટા હેક કરી બારોબાર અનાજ હજમ કરી જનારાઓથી કંટાળી સરકારે વધુ ફુલપ્રુફ વેબ બેઇઝડ સોફટવેર ઍકિટવેટ કર્યુ છે.
સુરત શહેર અને રાજયના કેટલાંક જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની નેશનલ ફુડ સિકયુરિટી ઍકટ હેઠળના રેશનકાર્ડના બાયોમેટ્રિક ડેટા હેક કરી કૌભાંડીઓઍ કરોડો રુપિયાનું અનાજ ઓહિયા કરી નાંખ્યું હતું. રાજય સરકારના આ સોફટવેરને ઘરના ભેદીઓઍ જ ફેઇલ કરી ઍક મોટું ફ્રોડ કર્યુ હતંુ. જેને પગલે તાજેતરમાં સરકારે વધુ ફુલપ્રુફ સોફટવેર શરુ કર્યુ છે.
આ અંગે સુરત જિલ્લા પુરવઠા અધિકારી ઝાલાઍ કહ્યું હતું કે, આ સોફટવેર ટોટલી વેબ બેઇઝડ છે. આ સોફટવેર સાથે રેશનકાર્ડ હોલ્ડરની થમ્બ ઇમ્પ્રેશન સીધી આધારકાર્ડના ડેટા સાચવતા મેઇન સર્વર સાથે મેચ કરી ક્રોશ વેરિફીકેશન કરી ડેટા મેચીંગ અંગે કન્ફર્મેશન આપશે. જેને પગલે બોગસ વ્યકિતઓ હવે સરકારી અનાજ હજમ કરવાનો લાભ લઇ શકશે નહિ.

  • Related Posts